નવી દિલ્હીઃ પેરીસની સીન નદી પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઓલમ્પિક 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પેરીસ ઓલમ્પિકના પ્રથમ દિવસથી જ ભારતીય ખેલાડીઓ તેમનું દમ બતાવવા માટે મેદાનમાં ઉતરશે.
પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં થતો હોય છે પણ પેરિસ ઇતિહાસનું પ્રથમ એવું યજમાન બન્યું કે જ્યાં ઉદ્ઘાટન સમારંભ પેરિસની સંસ્કૃતિની હાર્દ મનાતી સીન નદીના વહેણમાં બોટ સાથેની પરેડ દ્વારા યોજાયો હતો.
ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલે કર્યું હતું. જ્યારે ભારતીય કાફલાના ચીફ ડી મિશન શુટર ગગન નારંગ રહ્યા હતા. 80 દેશોના વડા કે તેના પ્રતિનિધિઓ, યુનો, આઈ ઓસી સહિત વૈશ્વિક સંસ્થાઓના ડેલિગેશને પણ હાજરી આપી હતી. બાઇડનના પત્ની જીલ બાઇડન, યુકેના પ્રમુખ સ્ટાર્મેર, જર્મન ચાન્સલર સ્કોલ્ઝ, ઇટાલીના પ્રમુખ મટ્ટારેલા જેવા અગ્રણીઓ હાજર હતા. અમેરિકન રેપર લા બોર્ન સ્નુપ પાસે મશાલ સૌથી છેલ્લે આવી હતી તેણે ઓલિમ્પિક જ્યોત પ્રગટાવી હતી.