બાંગ્લાદેશમાં સુરક્ષાનો મામલો સુનિશ્ચિત થતાં જ અમુક પ્રોજેક્ટ પુન: સ્થાપિત કરશે ભારત
નવી દિલ્હીઃ ભારતે બાંગલાદેશને આશ્વસ્ત કરતાં કહ્યું છે કે ભારત હમેશા બાંગ્લાદેશની સમૃદ્ધિ, સુરક્ષા તથા વિકાસ માટે પ્રતિબદ્ધ છે, હતું અને રહેશે. બાંગ્લાદેશમાં તણાવના વાતાવરણને લઈને અમુક પ્રોજેકટો અત્યારે સ્થગિત રાખવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાની પુષ્ટિ પછી ભારત આ પ્રોજેક્ટને ફરી ચાલુ કરશે.
આમ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારથી જ વ્યાપાર ચાલુ થઈ ગયો છે. જરૂરી સામગ્રી અને અન્ય સામાનોની અવરજવર ટ્રકો મારફતે ચાલુ થઈ જ ગયા છે. બંને દેશો વચ્ચે જે પહેલા વસ્તુઓની લેવળ-દેવળ થતી હતી, તે અત્યારે નિયમાનુસાર ચાલુ થઈ ગઈ છે પરંતુ અમુક સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રોજેક્ટ ચાલુ થયા નથી. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના ઢાકામા આવેલા ભારતીય ઉચ્ચાયુકતે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે વાર્તાલાપ કરતાં કહ્યું છે કે અમે બાંગ્લાદેશ સાથે હમેશા સુમેળભર્યા સંબંધો જ બાંધ્યા છે. ભારત હમેશા બાંગ્લાદેશને પોતાનો મિત્ર દેશ તરીકે જ ગણે છે અને બાંગ્લાદેશ માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે, પરંતુ કેટલાક સમયથી બાંગ્લાદેશમાં જે માહોલ છે તે જોઈને ભારતે તેના અમુક પ્રોજેકટો માટે પીછે હટ કરી છે પરંતુ હાલત સુધરતા અમે ફરીથી પ્રોજેકટો ચાલુ કરીશું.
• શેખ હસીનાના પ્રત્યાપણની વાતો અત્યારે કાલ્પનિક
બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના વિરુદ્ધ ઘણા કેસો નોંધાયેલા છે, ત્યાંની વચગાળાની સરકારના મંત્રીઓ અવાર નવાર મીડિયામાં કહી રહ્યા છે કે શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાપણ કરીને પાછા લાવવામાં આવશે અને ભારત સાથે આ સમજૂતી થઈ ગઈ છે, આ વાત પર પ્રકાશ નાખતા રણધીર જયસ્વાલે નિવેદન આપ્યું છે કે આ વાત એકદમ કાલ્પનિક છે અત્યારે આ વાત પર જવાબ આપ્યો અત્યંત મુશ્કેલ છે. અત્યારે ભારત સરકારનો એવો કોઈ વિચાર નથી જેથી આ વાતોને વેગ આપવામાં ના આવે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં છાત્રોના વિરોધ પ્રદર્શનને લઈને જ શેખ હસીનાને ભારતના શરણમાં આવવું પડ્યું હતું.