Site icon Revoi.in

ભારત ટૂંક સમયમાં શરૂ કરશે પોતાની કાર સેફ્ટી રેટિંગ સિસ્ટમ, નીતિન ગડકરીએ કરી પુષ્ટિ  

Social Share

દિલ્હી:ભારત સરકારે 2016માં ગ્લોબલ NCAP જેવી સુરક્ષા સુવિધાઓના આધારે નવી પેસેન્જર કાર માટે સ્ટાર રેટિંગ પ્રોગ્રામ ઓફર કર્યો હતો. કારના સેફ્ટી પર્ફોર્મન્સના ભાગરૂપે કાર નિર્માતાઓએ તેમની મરજીથી આનો અમલ કરવાનો હતો.જો કે, તે પછી તરત જ આ વિચાર નિષ્ફળ ગયો.હવે દેશમાં રોડ અને વાહન સુરક્ષાને રિફાઈન કરવા માટે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં ‘ભારતમાં ઓટોમોબાઈલ સેફ્ટી ઈકોસિસ્ટમ’ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. કોન્ફરન્સમાં પુષ્ટિ કરી કે,કેન્દ્ર ટૂંક સમયમાં ભારત-વિશિષ્ટ વાહન સલામતી રેટિંગ પ્રોગ્રામ સાથે બહાર આવશે.

આ સેફ્ટી રેટિંગ પ્રોગ્રામને ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP) કહેવામાં આવે છે, તેની સાથે નવી કારમાં જરૂરી સેફ્ટી ફીચર્સ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવશે.

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ વિશ્વભરમાં સિસ્ટમ મુજબના સલામતી રેટિંગ પર વાત કરતી વખતે જણાવ્યું હતું કે, “ભારતમાં કાર નિર્માતાઓ પણ વૈશ્વિક સલામતી ધોરણોનું પાલન કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના કારણે સરકાર ટૂંક સમયમાં ભારત NCAP, એક સ્વતંત્ર કાર અકસ્માત પરીક્ષણ સોલ્યુશન રજૂ કરશે,જે વિવિધ પરિમાણોના આધારે કારનું સલામતી રેટિંગ નક્કી કરશે અને તે યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને જાપાનના કાર્યક્રમોની સમકક્ષ હશે.

દેશમાં વાહન સુરક્ષા માટે સ્ટાર રેટિંગ સિસ્ટમ બનાવવા ઉપરાંત કેન્દ્ર સરકાર કારમાં પાછળની મધ્ય સીટ સહિત તમામ મુસાફરો માટે 6 એરબેગ્સ અને 3-પોઇન્ટ સીટબેલ્ટ ફરજિયાત બનાવવા પર પણ કામ કરી રહી છે. ભારતમાં હાલના સલામતી પ્રોટોકોલને જૂના ગણાવતા, ગડકરીએ ભારતમાં વાહનોના સલામતી ધોરણોને સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.જોકે, આ બાબતે લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવશે.