ધર્મશાળા ટેસ્ટમાં ભારતનો 64 રન અને એક ઈનિંગ્સથી વિજ્ય, ઈંગ્લેન્ડ સામે 4-1થી સીરિઝ જીતી
નવી દિલ્હીઃ ધર્મશાળામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ મેચનું પરિણામ આવી ગયું છે. ભારતનો 64 અને અને ઈનિંગ્સથી વિજ્ય થયો છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ ઉપર જ રહેશે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે રોહિત શર્મા અને ગીલની સદીની મદદથી 477 રન ખડક્યાં હતા. બીજી ઈનીંગમાં 259 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 195 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આમ ભારતે આ ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડના માત્ર જો રૂટ સંઘર્ષ કરી શક્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભારતીય બોલરો સામે લાચાર નજરે પડ્યાં હતા. ટીમ ઈન્ડિયાના સ્પિનરોનો અંગ્રેજી બેસ્ટમેનો પાસે કોઈ જવાબ ન હતો.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં જો રૂટે સૌથી વધારે 84 રન બનાવ્યાં હતા. બેન ડકેટ 2, ઓલી પોપ 19, જ્હોની બેયરસ્ટો 39, કેપ્ટન બેન સ્ટોક્સ 2 રન બનાવીને પરત ફર્યાં હતા. ભરતીય સ્પિનગર અશ્વિન બીજી ઈનિંગ્સમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ હાંસલ કરી હતી. આ ટેસ્ટ સીરિઝ ભારતે 4-1થી જીતી લીધી હતી. ટેસ્ટ સીરિઝનો પ્રારંભ ભારત માટે સારો રહ્યો ન હતો. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતને હરાવ્યું હતું. જો કે, જે બાદ ભારતીય ટીમે જોરદાર કમબેક કર્યું હતું. ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં અંગ્રેજોની ટીમને સરળતાથી હરાવી હતી.