ભારતે 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 27 ચંદ્રકો – પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
દિલ્હીઃ- ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધતો દેશ છે ત્યારે રમત ગમતના ક્ષેત્રમાં પણ ભારતની ટીમો અનેક રમતોમાં દેશનું નામ રોશન કરી રહી છએ ત્યારે તાજેતરમાં થાઇલેન્ડના બેંગ્કોકમાં યોજાયેલી એશિયા એથ્લેટિકસ સ્પર્ધામાં પણ ભારતે વિશ્વભરમાં નામ રોશન કર્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર બેંગ્કોકમાં યોજાયેલી એશિયા એથ્લેટિકસ સ્પર્ધામાં દેશ એ 6 સુવર્ણ, 12 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 27 ચંદ્રકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે
Outstanding performance by the Indian contingent at the 25th Asian Athletics Championship 2023!
Our athletes won 27 medals, the highest medal tally on foreign soil in an edition of the Championships. Congrats to our athletes for this achievement. It fills our hearts with pride. pic.twitter.com/vjYlSLDvnJ
— Narendra Modi (@narendramodi) July 17, 2023
પીએમ મોદીે ટ્વિટ કરીને કહ્યું છે કે આપણા ખેલાડીઓએ 27 મેડલ જીત્યા, જે ચેમ્પિયનશીપની એક આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે. આ સિદ્ધિ માટે આપણા ખેલાડીઓને અભિનંદન. તે આપણા હૃદયને ગર્વથી ભરી દે છે.