Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલની સાથે ભારતની શરૂઆત, મીરાબાઈએ અપાવ્યો પ્રથમ મેડલ

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકનો ગઈકાલે સાંજે રંગારંગ પ્રારંભ થયો છે. દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ જીતીને ખાતુ ખોલાવ્યું છે. વેટલિફ્ટિર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો છે. ચીનની હાઉ ઝિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈન્ડોનેશિયાની કેંટિકા વિંડીએ બ્રોન્જ મેડલ જીત્યો હતો. ભારતને સિલ્વર મેડલ અપાવનારી મીરાબાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

ભારતીય ખેલાડીઓએ આ વખતે આલિમ્પિકમાં અનેક ગેમ્સમાં પોતાની દાવેદારી નોંધાવી છે. તેમજ આ વખતે અન્ય ઓલિમ્પિકની સરખામણીએ વધારે એવોર્ડ મળવાની આશા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિકને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ ભારતીયોને ઓલિમ્પિકમાં વધારેમાં વધારે મેડલની ખેલાડીઓ પાસે આશા રાખી રહ્યાં છે. દરમિયાન પુરુષ હોકીમાં બારતે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને અભિયાનની શરૂઆત કરી છે. દીપિકા કુમારી અને પ્રવીણ જાદવની જોડીએ તીરંદાજી મિક્સ્ડ ઈવેન્ટના ક્વોર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે શૂટિંગમાં મહિલાઓના 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતની ઈલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઈનલ માટે ક્વોટર ફવોલિફાઈ કરી શકી નથી. જુડોમાં ભારતની સુશીલા દેવીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

 

(PHOTO- olympics.com)