બુડાપેસ્ટ વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતે જીત્યો મેડલ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં હાલ ભારતીય ટીમ વિવિધ ગેમ્સમાં મેડલ જીતવા માટે પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન હંગરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે મેડલ જીત્યું છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.
Our sportspersons continue to make us proud. India wins 13 medals, including 5 Golds at the World Cadet Championships in Budapest, Hungary. Congratulations to our team and best wishes for their future endeavours. pic.twitter.com/3HlOrKTtDB
— Narendra Modi (@narendramodi) July 26, 2021
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણા ખિલાડીઓ આપણને ગૌરવ અપાવતા રહે છે. ભારતે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ.”
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ટોક્યોમાં ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેમાં વેટલિફ્ટીંગમાં ભારતની મીરાબાઈએ સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડીઓ વિવિધ ગેમ્સમાં મેડલ જીતવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.