Site icon Revoi.in

ઓસ્કારમાં ભારતે બાજી મારી – ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી એવોર્ડ વિજેતા બની

Social Share

દિલ્હીઃ- આજે સૌ કોઈની નજર  95માં ઓસ્કાર એવોર્ડ સમારોહ પર અટકેલી જોવા મળી રહી છે.  વિજેતાઓના નામ સામે આવી રહ્યા  છે. તે સમયે જ્યારે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ઓસ્કારમાં ભારત તરફથી અનેક ફઇલ્મ ,ફિચર ફિલ્મ પહોચી છે ત્યારે ભારતને પહેલી જીત મળે છે, ભારતે 95મા ઓસ્કાર એવોર્ડમાં ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’એ શોર્ટ ડોક્યુમેન્ટરી એવોર્ડ જીત્યો છે.

જો આ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ ની વાત કરીએ તો તે એક કપલ અને હાથી ‘રઘુ’ની આસપાસ ફરે છે. ભારતીય-અમેરિકન ફિલ્મ ધ એલિફન્ટ્સ વ્હીસ્પરર્સનું શૂટિંગ તમિલનાડુના મુદુમલાઈ નેશનલ પાર્કમાં થયું છે.

ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શો ઓસ્કર 2023માં વિદેશી ફિલ્મ સ્ટાર્સમાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ હાજર છે, જે આ વર્ષે પ્રસ્તુતકર્તા તરીકે એવોર્ડ શોનો ભાગ બની છે. ઓસ્કાર જે એકેડેમી એવોર્ડ એ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ છે.

ભારતીય ચાહકોને પણ એવોર્ડ શોમાં નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR પાસેથી ઘણી આશાઓ છે. તેમની ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ વર્ષનો એવોર્ડ શો ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. તેનું કારણ ભારતના ચાર નામાંકન છે.