સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણીમાં ભારત ની જીત-વિદેશમંત્રીએ આપી જાણકારી ,ભારતને 53 માંથી 46 મત મળ્યા
- UNની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થાની ચૂંટણી ભારત જીત્યું
- ભારતને આ ચૂંટણીમાં 53 માંથી 46 મત મળ્યા
દિલ્હી:- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું મહત્વનું સ્થાન છે ત્યારે હવે સંયુક્ત રાષઅટ્રની વધુ એક ચૂંટણી ભારતે જીતી છે ભારત આગામી વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થામાં ચૂંટાયું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર આ જાણકારી આપી છે. તેમણે આપેલી માહિતીમાં કહ્યું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય આયોગની ચૂંટણીમાં 53 માંથી 46 મત મેળવીને શાનદાર જીત મેળવી છે. જ્યારે હરીફ રિપબ્લિક ઓફ કોરિયાને 23 વોટ, ચીનને 19 વોટ અને સંયુક્ત આરબ અમીરાતને 15 વોટ મળ્યા હતા. તેમણે કહ્યું કે આ બહુપક્ષીય ચૂંટણી હતી, જેમાં બે બેઠકો માટે ચાર ઉમેદવારો ઉભા હતા.
તેમણે કહ્યું કે ભારતની “આંકડા, વિવિધતા અને વસ્તી વિષયક ક્ષેત્રે નિપુણતાએ તેને સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય આયોગમાં સ્થાન અપાવ્યું છે”. એશિયા-પેસિફિક રાજ્યોના વર્તમાન સભ્યો જાપાન, સમોઆ 2024 સુધી તેમજ કુવૈત અને કોરિયા પ્રજાસત્તાક છે, જેમની મુદત આ વર્ષે સમાપ્ત થાય છે.
મંત્રી એસ જયશંકરે વધુમાં જણાવ્યું કે તેમણે કહ્યું, “ભારત 1 જાન્યુઆરી, 2024થી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ આંકડાકીય સંસ્થા માટે ચૂંટાયું છે! સ્પર્ધાત્મક ચૂંટણીમાં આટલી ખાતરીપૂર્વક જીતવા બદલ સમગ્ર ટીનમે અભિનંદન. જયશંકરે કહ્યું કે આંકડા, વિવિધતા અને વસ્તી વિષયક ક્ષેત્રે ભારતની કુશળતાએ તેને સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય આયોગમાં સ્થાન અપાવ્યું છે.