મુંબઈ: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે (27 સપ્ટેમ્બર) ચોથો દિવસ છે. આ દિવસે ભારતીય ખેલાડીઓ ટેનિસ, ઘોડેસવારી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્વિમિંગ, શૂટિંગ જેવી ઘણી રમતોમાં તેમના પડકારો રજૂ કરી રહ્યા છે.
ભારતે પ્રથમ ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા હતા. ચોથા દિવસે એટલે કે આજે, સિફ્ટ સમરા, આશી ચૌકસે અને માનિની કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ) એ સિલ્વર મેડલ જીત્યો. બીજો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ત્રીજા દિવસે ઘોડેસવારી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. નેહા ઠાકુરે સેલિંગમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ત્રીજો મેડલ સેલિંગમાં બ્રોન્ઝના રૂપમાં આવ્યો હતો. ઇબાદ અલીએ અપાવ્યો હતો.
ભારતે અત્યાર સુધીમાં કુલ 16 મેડલ જીત્યા છે, જેમાં ગોલ્ડ મેડલની સંખ્યા 4 છે.
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંહ, સતનામ સિંઘ, જકાર ખાન અને સુખમીત સિંહ – મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ
મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ
નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર
ઇબાદ અલી સેલિંગ (RS:X): કાંસ્ય
ભારતે ઘોડેસવારીમાં ડ્રેસેજ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો
વિષ્ણુ સરવનને સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
સિફ્ટ સમરા, આશિ ચોકસે અને માનિની કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ): સિલ્વર મેડલ
🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈
Incredible marksmanship on display! 🎯👏
Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women's Team event! 🥈👩🎯
Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz
— SAI Media (@Media_SAI) September 27, 2023
મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ