જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ
નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી ગયા હતા. પાયલોટ સહીસલામત હોવાનું માલુમ પડતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દૂર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ કર્યો છે. સમગ્ર ઘટના જવાહર કોલોની નજીક બની હતી. કવાયત દરમિયાન ભીલ હોસ્ટેલ પાસે પ્લેન ક્રેશ થયાનો વીડિયો સામે આવી રહ્યો છે.