Site icon Revoi.in

જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી ગયા હતા. પાયલોટ સહીસલામત હોવાનું માલુમ પડતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દૂર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ કર્યો છે. સમગ્ર ઘટના જવાહર કોલોની નજીક બની હતી. કવાયત દરમિયાન ભીલ હોસ્ટેલ પાસે પ્લેન ક્રેશ થયાનો વીડિયો સામે આવી રહ્યો છે.