Site icon Revoi.in

ભારતીય વાયુસેના અને આર્મીએ સંયુક્ત સૈન્ય કવાયત યોજીને પોતાની તાકાત બતાવી

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે, આ સાથે જ સંરક્ષણ હથિયારો પણ મેક ઈન ઈન્ડિયા હેઠળ હવે દેશમાં જ નિર્માણ પામી રહ્યા છે જેને લઈને સેનાઓને વધપ મનોબળ મળી રહ્યું છે ત્યારે ભારતીય વાયુસેના અને થલસેનાએ સંયુક્ત સેન્ય અભ્યાસ હાથ ઘર્યો હતો અને જેમાં રાફેલ પણ સામેલ થયા હતા લડાકુ વિમાન રાફેલ થકી બન્ને સેનાે પોતાની તાકાત દર્શાવી હતી.

હિંદ મહાસાગરમાં ચીન તરફથી વધી રહેલા પડકારો વચ્ચે ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં એક મોટું મિશન પાર પાડ્યું હતું. આ મિશન હેઠળ, બે એરક્રાફ્ટ કેરિયર્સ, ઘણા યુદ્ધ જહાજો, સબમરીન અને 35 થી વધુ ફ્રન્ટલાઈન એરક્રાફ્ટે ભાગ લીધો હતો.જેમાં બન્ને સેનાઓએ સંયુક્ત રીતે અભ્યાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય વાયુસેનાએ મધ્ય પ્રદેશમાં સેના સાથે સંયુક્ત કવાયત હાથ ધરી હતી. જેમાં બંને સેનાઓની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઘણા ઉપકરણો તૈનાત કરવામાં આવ્યા હતા.

આ કવાયત પહેલા હિંદ મહાસાગર ક્ષેત્રમાં વાયુસેનાના બે વ્યૂહાત્મક મિશન હાથ ધરવામાં આવ્યા હતા જેમાં રાફેલ અને Su-30 MKI ફાઇટર જેટ્સે ભાગ લીધો હતો.વિતેલા દિવસે આ  બાબતને લઈને વાયુસેનાએ જણાવ્યું હતું કે એરફોર્સ એ તાજેતરમાં સેન્ટ્રલ સેક્ટરમાં આર્મી સાથે સંયુક્ત કવાયત પૂર્ણ કરી. તમામ સહભાગીઓ માટે વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિનો અનુભવ કરવા માટે બહુવિધ લડાયક સાધનો તૈનાત કરવામાં આવ્યા હતા.”

એરફોર્સે કવાયતની તારીખ અને સ્થળ જેવી વિગતો જાહેર કરી નથી. થોડા દિવસો પહેલા, વાયુસેનાના Su-30MKI ફાઇટર જેટ્સના કાફલાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક મિશનના ભાગ રૂપે આઠ કલાકની કવાયત હાથ ધરી હતી. એ જ રીતે ચાર રાફેલ વિમાનોએ ઓપરેશન કર્યું.તો બીજી તરફ વાયુસેનાએ બંને ઓપરેશન એવા સમયે હાથ ધર્યા છે જ્યારે ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી રહ્યું છે.