Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની તાકાત વધીઃ LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડનો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ જોધપુરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી.આર.ચૌધરીની ઉપસ્થિતિમાં વાયુસેનામાં LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડને સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વાયુસેનામાં સામેલ કરાયા બાદ વોટર કેનનથી હેલિકોપ્ટરને સલામી આપવામાં આવી હતી. આ બહુ ઉપયોગી હેલિકોપ્ટર વિવિધ મિશાઇલ છોડવા અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.

પાકિસ્તાની સરહદ નજીક ભારતીય વાયુસેનાનું આ LCH સ્ક્રોડન પશ્રિમી સરહદથી ઘુસણખોરી અને આતંકવાદને રોકવામાં મદદ કરશે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટીકલ લિમીટેડ દ્વારા ભારતમાં તૈયાર કરવામાં આવ્યું છે અને તે અત્યાર સુધીનું સૌથી ઓછા વજનનું હેલિકોપ્ટર છે. જેનું વજન માત્ર 5, 800 કિલો છે. આ હેલિકોપ્ટરમાં 700 કિલોની મિસાઇલને ઇન્ટીગ્રેટ કરી શકાય છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટરમાંથી એક છે., જે 15 હજાર ફુટની ઊચાઇએ સરળતાથી ઓપરેટ થઇ શકે છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાને અમેરીકાનું બોઇંગ AH -64 ઇ અપાચી હેલિકોપ્ટર સેવા આપી રહ્યું છે. 20mmની ગનથી સજ્જ LCH, સ્ટેલ્થ ફીચર્સથી સજ્જ છે, જે સરળતાથી દુશ્મનની રડારમાં પકડાઈ શકતા નથી.