Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો- આજે ફ્રાંસથી રાફેલ વિમાન ભારતીય પાયલટ સાથે ભારત માટે ઉડાન ભરશે

Social Share

ભારતીય સેનાની તાકાતમાં હવે વધારો થવાને થોડા જ સમયની વાર છે,વિશ્વમાં  સોથી શક્તિશાળી ગણાતા ફાઈટર વિમાન રાફેલને હવે ભારતમાં લાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે,મળતી માહિતી પ્રમાણે આજ રોજ ફ્રાંસના એરબેસથી રાફેલ વિમાન ભારત માટે ઉડાન ભરનાર છે,અંદાજે 7364 કિલો મીટરની હવાઇ મુસાફરી કરીને ફ્રાંસથી આ 5 રાફેલ વિમાન બુધવાર સુધીની સવારના રોજ અંબાલા એરબેસ આવી પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, આ રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના ફાયટર પાયલટ પોતે જ ઉડાન ભરાવીને ભારત સુધી લાવનાર છે,રાફેલ આવતાની સાથે ભારતીય સેનાને સોંપવામાં આવશે,જેથી હવે ભારતની વાયુસેના તાકાતવર બનશે,વર્ષ 2016મા ફ્રાંસ સાથે આપણા દેશ એ 36 જેટલા રાફેલ વિમાનની ડીલ કરી હતી,જેની અંદાજે કિંમત 59 હજાર કરોડ છે.

પ્રાપ્ત વિગતો મુજબજ્યારે ફ્રાંસથી રાફેલ વિમાન ઉડાન ભરશે ત્યારે બાદ તેને યુએઈના અલ એરબેસ પર પ્રથમ ઉતારવામાં આવશે,જેથી કરી આ એરબેઝ પર ઈંધણની પુરતી કરી શકાય,તે સાથે જ રાફેલનું પરિક્ષણ પણ અહીં કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાથી રાફેલ ભારત આવવા માટે ઉડાન ભરશે જે ડાયરેક્ટ અંબાલા એરબેઝ આવશે।

ફ્રાંસની કંપની સાથે થયેલા કરાર મુજબ કુક 36 રાફેલ ભારતને સોંપવામાં આવનાર છે તે માટે પાયલટને ચાલિમ પણ આપવામાં આવી છે,જેથી હવે તેની ઉડાન અન્ય દેશના પાયલટ નહી પરંતુ ભારતના જ પાયલટ દ્ર્રારા ઉડાન ભરાશે, પ્રથમ વખતમાં 10 જેટલા રાફેલ ભારત લાવવામાં આવનાર હતા જો કે હજુ એટલી સંખ્યામાંમ રાફેલ તૈયાર થયા નથી જેના કારણે હાલ 5 રાફેલને ભારત લાવવામાં આવશે

આ બાબતે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે વિતેલી 2 જૂનના રોજ ફ્રાંસના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે વાતચીત પણ કરી હતી. ત્યારે ફ્રાંસે ભારતને તે બાબતનો વિશ્વાસ આપ્યો હતો કે,”ભારત સાથે જે રીતે ડીલ કરવામાં આવી છે તે રીતે ભારતને રાફેલ વિમાન મળી જશે કોરોના સંકટની અસર નહી પડે,રાફેલ આપવામાં વિલંબ કરવામાં નહી આવે”.

સાહીન-