દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે આ દિશામાં ભારતીય વાયુસેનાની જો વાત કરીએ તો હાલ સ્વદેશી ઉત્પાદનો પર વઘુ દ્યા કેન્દ્રીત કરીને આત્મ નિર્ભર ભારતને વઘુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આજ શ્રેણીમાં ડિઆરડીઓ દ્રારા નિર્મિત સ્વદેશી મિલિટ્રી કોમ્બેક્ટ પેરાશૂટ સિસ્ટમનું ભારતીય વાયુસેનાએ પરીક્ષણ કર્યું છે્.
વાયુસેનાએ આ પરીક્ષણ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં એક જમ્પર કેસરી રંગનો ડ્રેસ પહેરીને વિમાનમાંથી કૂદતો જોવા મળે છે. કૂદકા માર્યા બાદ તેનું પેરાશૂટ પણ ખુલે છે.
In a historic event, the Military Combat Parachute System, #indigenously designed and developed by Aerial Delivery Research and Development Establishment (#ADRDE) was tested for its efficacy and foolproof functioning.#AtmanirbharBharat #JaiVigyaan #JaiAnusandhaan pic.twitter.com/wEKWQvFdC9
— Indian Air Force (@IAF_MCC) September 7, 2023
પ્રાપ્ત વિગત પ્રમાણેભારતીય વાયુસેનાએ સ્થાનિક લશ્કરી લડાયક પેરાશૂટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. આ પરિક્ષણ દરમિયાન એરફોર્સનો એક જવાન પ્લેનમાંથી કૂદી ગયો હતો. આ દરમિયાન તેણે ઈરાદાપૂર્વક મુખ્ય પેરાશૂટને અલગ કરી દીધું અને રિઝર્વ પેરાશૂટને રિઝર્વ સ્ટેટિક લાઇનદ્વારા તેની રીતે જ ખોલવાની મંજૂરી આપી, રિઝર્વ હેન્ડલને સક્રિય કર્યા વિના, બેરોમેટ્રિક દબાણ પહેલાં પણ. તે ખૂબ જ પડકારજનક અને જોખમી પરીક્ષણ રહ્યું હતું, જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.