ભારતીય વાયુ સેનાની તાકાતમાં થશે વધારો – ચાલુ વર્ષ દરમિયાન ‘અસ્ત્ર માર્ક -2 મિસાઈલ’નું પરિક્ષણ હાથ ધરાશે
- વાયુસેનાની તાકાતમાં થશે વધારો
- એસ્ત્ર માર્ક 2 મિસાઈલનું પરિક્ષણ થશે આ વર્ષ દરમિયાન
દિલ્હીઃ-દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ત્રણે સેનાને પાવરફુલ બવનાવવા માટે અનેક શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં હવાઈદળને પણ વધુ મજબુત બનાવવા માટે અને દુશ્મનોને નાશ કરવા માટે અનેક મિસાઈલનું સફળ પરિક્ષણ પણ થઈ રહ્યું છે, ત્યારે આવી જ એક મિસાઈલ કે જે 160 કિ.મી.ના અંતરેથી દુશ્મનને હવામાંથી વાર કરવાની ક્ષમતા ધરાવતી અસ્ત્ર મિસાઇલનું પરિક્ષણ આ વર્ષે દરમિયાન હાથ ધરાશે.
આ મિસાઈલ સરહદ પર હવાઇ યુદ્ધ દરમિયાન ચીન અને પાકિસ્તાનના પડકારોનો સામનો કરવામાં આ ઘઆતક મિસાઈલ ભારતની તાકાતનું પ્રદર્શન કરશે. લાંબી રેન્જના ફાયરપાવરથી સજ્જ, અસ્ત્ર માર્ક -2 મિસાઇલ વિઝિબલ રેન્જની બહાર પણ દુશ્મનનોના વિમાનને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે
અસ્ત્ર માર્ક -2 મિસાઇલથી સજ્જ ભારતીય વિમાન 160 કિલોમીટર દૂરથી દુશ્મનના વિમાનોને ટાકી શકશે. પૂર્વ કમાન્ડર એર માર્શલ એસબીપી સિંહાએ જણાવ્યું હતું કે,આ મિસાઇલોનું પરીક્ષણ આ વર્ષના છ મહિના દરમિયાન શરૂ કરવામાં આવશે અને 2022 સુધીમાં તેનો સંપૂર્ણ વિકાસ થવાની ધારણા સેવાઈ રહી છે. તેમણે કહ્યું કે, આવનારી પેઢી આ મિસાઇલને આવતા વર્ષના અંત સુધીમાં સેવામાં લાવવાની અપેક્ષા છે. સિંહા છેલ્લા ઘણા સમયથી હથિયાર મિસાઇલ પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે.
આ મિસાઈલની ખાસિયતો
- અસ્ત્ર માર્ક -2 મિસાઇલ ધ્વનિની ગતિ કરતા ચાર ગણી ઝડપથી ઉડાન ભરે છે.
- દેશી લડાકુ વિમાન તેજસ પર તેને 100 કિ.મી.થી વધુની સ્ટ્રાઇક રેન્જ આપવાના પ્રયાસો ચાલુ છે.
- આ મિસાઇલ દિવસ અને રાત દરેક સમયે દરેક હવામાનની સ્થિતિમાં વાર કરવાની ક્ષમતા ધરાવે છે
- હાલમાં તે લગભગ 100 કિલોમીટરની રેન્જ ધરાવે છે.
- આ મોંઘી રશિયન, ફ્રેન્ચ અને ઇઝરાઇલી બિવીરામની જગ્યા લેશે. હાલમાં ભારત આ મિસાઇલોની આયાત કરે છે.