ભારતીય વાયુસેનામાં મહિલા પાયલોટ ટીમની ઊંચી ઉડાન – આસામ પાસેની ચીનની સરહદ પર ફાઈટર જેટ ઉડાવ્યું
- ભારતીય સેનામાં મહિલા પાયલોટનો બદદબો
- મહિલા પાયલટ ટીમે સરહદ પાસે ઉડાવ્યું ફાઈટર જેટ
દિલ્હીઃ- હવે દેશની ત્રણેય સેનાઓમાં મહિલાઓનો પણ દબદબો જોવા મળી રહ્યો છે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળે છે, ત્યારે હવે ભારયીત વાયુસેનામાં પણ મહિલા પાયલટની ટીમ ફાઈટર જેટની ઉડાન ભરતી થઈ છે.ઉલ્લેખનીય છે કે તેજપુરમાં Su-30 એટલે કે સુખોઈ ફાઈટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે. ચીન સાથે વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે આ વિમાનોને નવા હથિયારો અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ કરીને વધુ ઘાતક બનાવવામાં આવ્યા છે. જેની કમાન મહિલા પાયલોટની ટીમે સંભાળી છે.
આજ રોજ ફ્લાઇટ લેફ્ટનન્ટ તેજસ્વી અને શ્રેય બાજપેયી સહિત તમામ જાબાઝ પાઇલોટ્સની ટીમએ આસામના તેજપુરમાં ચીન નજીક પાસેની પોસ્ટ પર Su-30 ફાઇટર એરક્રાફ્ટ ઉડાવીને નવી ઊડાન ભરી છે. આ મહિલાઓની ટીમ સાબિત કરી બતાવ્યું છે કે મહિલાઓ પણ દરેક ક્ષ્ત્રમાં ઈચ્છે તો પુરુષ સમોવડી બની શકે છે.
અરુણાચલ પ્રદેશ અને આસામના પૂર્વ સેક્ટરમાં મહિલા પાયલોટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાવી રહી છે. આજરોજ દેશમાં બનેલા ALH ધ્રુવ માર્ક 3 હેલિકોપ્ટરને મહિલાઓએ ઉડાડ્યું છે.ઈસ્ટર્ન કમાન્ડમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે મહિલા પાઈલટ અને ગ્રાઉન્ડ ક્રૂ ઓફિસર દેશભરમાં તૈનાત છે.જે દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર હોય, સિયાચીન ગ્લેશિયર સેક્ટર હોય કે અરુણાચલ પ્રદેશનું વાયાનગર. આ મહિલાઓ સૈનિકોની સાથે સ્થાનિક નાગરિકોને પણ મદદ કરતી જોઈ શકાય છે.
તેજસ્વી દેશની એકમાત્ર મહિલા પાયલટ છે જે Su-30 એરક્રાફ્ટની વેપન સિસ્ટમનું પાયલોટ કરવામાં સક્ષમ છે. તેજસ્વીએ આ બાબતને લઈને કહ્યું કે દેશના પૂર્વીય ક્ષેત્રમાં અમારા બહાદુર પાઇલોટ્સ કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે એરફોર્સમાં મહિલાઓ અને પુરુષોને સમાન રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓ સખત અભ્યાસ અને તૈયારીમાંથી પસાર થાય છે. અમે કોઈપણ પ્રકારના કાર્યો અને પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોઈે છીએ