- સેનાએ મોટી સિદ્ધિ હાંસલ કરી
- સેનાના માં પ્રથમ વખત એરક્રાફ્ટમાં યુદ્ધસામગ્રી એરડ્રોપ કરાઈ
ભારતીય વાયુસેના સહીતની ત્રણેય સેનાઓ દિવસેને દિવસે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી રહી છે,પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ત્રણેય સેનાઓના કાર્યો બિરદાવા લાયક બની રહ્યા છે ત્યારે ભારતયી વાયુ સેનાના AN-32 એરક્રાફ્ટ દ્વારા યુદ્ધસામગ્રીને સફળતાપૂર્વક જમીન પર ઉતારવામાં આવી છે જે પ્રથમ વખત છે.
આ સિસ્ટમ થકી હવે યુદ્ધ દરમિયાન સેનાને ઘણી મદદ પ્રાપ્ત થશે. આ સિદ્ધી સાથે દળો થિયેટર કમાન્ડની સ્થાપનાની નજીક આવી ગયા છે. ભૂતપૂર્વ CDS જનરલ બિપિન રાવતે થિયેટર કમાન્ડની સ્થાપના કરવાનું શરૂ કર્યું હતું અને હવે ભૂતપૂર્વ CDSનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે.
આર્મીના નોર્ધન કમાન્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધ્રુવ કમાન્ડની એર મેન્ટેનન્સ ટીમે AN-32 એરક્રાફ્ટમાંથી દારૂગોળો સફળતાપૂર્વક પેરાશૂટ કર્યો હતો. પશ્ચિમ સરહદ પર તૈનાત યાંત્રિક દળો માટે સામાન ઉતારવામાં આવ્યો હતો.
આ બાબતને લઈને ને નોર્ધન કમાન્ડે ટ્વિટ કર્યું કે આ સફળતા સાથે વાયુસેનાએ થિયેટર કમાન્ડની સ્થાપના તરફ વધુ એક પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલું એરડ્રોપ છે, જેના હેઠળ વિમાનોમાંથી યુદ્ધ સામગ્રી જમીન પર છોડવામાં આવી છે.
આ ફાસ્ટ અને ટેકનોલોજી યુગમાં મોટાભાગની મોટી સેનાઓ યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધ સામગ્રીને એરડ્રોપ દ્વારા જ મૂકે છે, ત્યારબાદ સેનાના મિકેનાઇઝ્ડ યુનિટ્સ આ સામાનને ઉમેરીને હથિયાર બનાવે છે. આનાથી લોજિસ્ટિક્સમાં નોંધપાત્ર મદદ મળી છે. થિયેટર કમાન્ડની સ્થાપનાની દિશામાં આ પણ એક મોટી સિદ્ધિ ગણાઈ રહી છે