Site icon Revoi.in

ભારતીય વાયુસેના-નૌસેનાની સંયુક્ત કવાયત રુપે સી-17 એરક્રાફ્ટે નૌકાદળની એક બોટને આકાશમાંથી સુરક્ષિત રીતે સમુદ્રમાં ઊંડે ઉતારાઈ

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનવાની દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતીય વાયુસેનાએ નવી કરતબ દેખાડી હતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય વાયુસેના તેની અગ્નિશમન ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય પણ તેમની સંખ્યા વધારી રહ્યું છે. તેમની સ્ટ્રાઈક ક્ષમતાઓને સુધારવા માટે, ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સંયુક્ત કવાયત કરતી જોવા મળી છે

આ ક્રમમાં ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે નૌકાદળની એક બોટને આકાશમાંથી સુરક્ષિત રીતે ઊંડા સમુદ્રમાં ઉતારી હતી. ભારતીય વાયુસેનાએ એક અભ્યાસના ભાગરૂપે આવી કવાયત હાથ ધરી હતી.

આ કવાયત જોઈને દુશ્મન ડરે તો નવાઈ વહી હોય કારણ કે આ થકી સમુદ્દામાં પણ બાજ નજર રાખી શકાશે. જો ભારતીય વાયુસેના, નૌકાદળ અને આર્મી સાથે મળીને હુમલો કરશે તો તેઓ શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠને પણ હરાવી દેશે.આ બાબતે ભારતીય વાયુસેનાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર સંયુક્ત કવાયતનો પોતાનો વીડિયો જાહેર કર્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પેરાશૂટ સાથે બાંધેલી એક કઠોર હલેસાંવાળી ફ્લેટેબલ બોટને સી-17 એરક્રાફ્ટ દ્વારા ઊંડા સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. સુરક્ષિત ઉતરાણ દર્શાવે છે કે ભારતીય સેના કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

વિડિયો શેર કરતાં ભારતીય વાયુસેનાએ લખ્યું છે કે એક સાથે અદ્ભુત કવાયતમાં C-17 એરક્રાફ્ટે ભારતીય નૌકાદળની એક કઠોર-હલવાળી ઇન્ફ્લેટેબલ બોટને ઊંડા સમુદ્રમાં છોડી દીધી હતી. એકસાથે અમર્યાદિત શક્યતાઓ.