Site icon Revoi.in

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા માટે નામાંકિત

Social Share

દિલ્હીઃ- અમેરિકાના  પ્રમુખ જો બિડેને ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા જે ચારીને વાયુસેનાના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે નામાંકિત કર્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રમાણે, બિડેને એરફોર્સના  45 વર્ષિય કર્નલ રાજા ચારીને ગુરુવારે એરફોર્સના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે નોમિનેટ કર્યા હતા. તેમના નામાંકન માટે સેનેટની મંજૂરીની જરૂર પડશે, જે તમામ ટોચના નાગરિક અને લશ્કરી નિમણૂકોને મંજૂરી આપે છે.રાજા  ચારીનું પૂરું નામ રાજા જોન વરપુતૂર ચારી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર, તેને સેનેટ દ્વારા બહાલી આપવી પડશે, જે તમામ વરિષ્ઠ નાગરિક અને સૈન્ય નિમણૂકોને મંજૂરી આપે છે. બ્રિગેડિયર જનરલ એ યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સમાં વન-સ્ટાર જનરલ ઓફિસર રેન્ક છે. આ પોસ્ટ કર્નલની ઉપર અને મેજર જનરલની નીચે આવે છે.