દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્માંયું છએ આ યુદ્ધને લઈને વિશ્વભરના નેતાઓ પોતાની રાય આપી રહ્યા છે તો કેચટલાક નેતાઓ અને દેશે ઈઝરાયલને સપોર્ટ કર્યો છએ જેમાં પીેમ મોદી પણ એક એવા નેતા છે જેણે ઈઝરાયલને સમર્થન આપ્યું છે.
પીએમ મોદીએ ઈઝરાયલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. હવે એક ભારતીય-અમેરિકન યહૂદી નેતાએ પીએમ મોદીનો તેમના સમર્થન માટે આભાર માન્યો છે. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન જ્યુઈશ કમિટીના એશિયા પેસિફિક ઈન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિસિમ રુબિને ઈઝરાયેલને મજબૂત સમર્થન આપવા બદલ પીએમ મોદીનો આભાર જતાવ્યો છે.
ડાયરેક્ટર નિસિમ રૂબિન કહે છે કે હમાસના હુમલાથી ઈઝરાયેલમાં ભારતીય યહૂદી સમુદાય પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આવી સ્થિતિમાં હુમલાના થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું સમર્થન કર્યું હતું અને જોરદાર નિવેદન આપ્યું હતું. આ માટે તેઓ પીએમ મોદીના આભારી છે.
પીએમ મોદીએ ઈઝરાયલના પીએમ સાથે વાત કરી હતી આ સાથે નિસિમ રૂબિને કહ્યું કે હુમલાના બીજા જ દિવસે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે વાત કરી હતી. આવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ બંને નેતાઓનું એકબીજા સાથે વાતચીત બંને નેતાઓ વચ્ચેના સંબંધો દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે તેમના ઇઝરાયેલના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરતી વખતે પીએમએ કહ્યું હતું કે આવા મુશ્કેલ સમયમાં ભારતના લોકો ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. આ વાતને લઈને આ અમેરિકી ભારતીય યહુદી નેતા નિસિમ રૂબિને એ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.