- ભારત અને અલ્જેરિયાની નૌસેનાનો યુદ્ધાભ્યાસ
- સમુદ્ધી સહયોગની આ ઐતિહાસિક ઝલક
- પ્રથમ વખત આ યુદ્ધાભ્યાસ હાથ ઘરાયો
દિલ્હીઃ- ભારત વર્ષોથી વિવિધ આફ્રિકન દેશો સાથે સંરક્ષણ અને સુરક્ષા સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે હવે ભારત અને અલ્જેરિયાની નૌસેનાએ પ્રથમ વખત અલ્જીરિયાના ઓફશોર પ્રદેશમાં કવાયત હાથ ધરી હતી,
આ બંને દેશોની નૌસેનાના પક્ષો વચ્ચે વધતા દરિયાઇ સહકારને દર્શાવે છે. આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાના આઈએનએસ ‘તાબર’ અને અલ્જેરિયાના નૌસેનાના જહાજ ‘એઝાદજેર’ એ રવિવારે કવાયતમાં ભાગ લીધો હતો.
ઐ યુદ્ધાભ્યાસને ઐતિહાસિક ગણાવતા ભારતીય નૌસેનાના પ્રવક્તા એવા કમાન્ડર વિવેક માધવાલે જણઆવ્યું હતું કે, તેનાથી ભવિષ્યમાં બંને નૌસેનાઓ વચ્ચે સંવાદ અને સહકાર વધારવાની શક્યતા ખુલી છે. આ કવાયત દરમિયાન, ભારતીય અને અલ્જેરિયાના યુદ્ધ જહાજો વચ્ચે સંકલિત દાવપેચ, સંચાર પ્રક્રિયાઓ અને સ્ટિમ પાસ્ટ સહિતની ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
નૌસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કવાયતથી બંને નૌકાદળોએ એકબીજા દ્વારા અપનાવવામાં આવનાર કામગીરીના વિચારને સમજવામાં મદદ કરી હતી. તે ભવિષ્ય માટે બંને નૌકાદળો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા અને પરસ્પર સહકાર વધારવાની શક્યતાઓ પણ ખુલ્લી મૂકી છે.