Site icon Revoi.in

ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને તેનો છઠ્ઠો વર્લ્ડ કપ ફાઇનલ મેડલ જીત્યો. ફાઈનલ મેચમાં તેને ચીનની લી જિયામન સામે 0-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.

2010 કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન દીપિકાએ ક્વાર્ટર અને સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ લીની ચાઇનીઝ સાથી ખેલાડી યાંગ ઝિયાઓલીને 6-0થી માટે આપી  અને પછી બ્રોન્ઝ મેડલ વિજેતા એલેજાન્દ્રા વેલેન્સિયાને તેના જ ઘરેલું મેદાનમાં 6-4થી હરાવી. દીપિકાએ કહ્યું, “આ વર્લ્ડ કપનો ભાગ બનવું અને તેને જીતવું મારા માટે સન્માનની વાત છે. હવે હું વધુ મહેનત કરીશ.”

તે જ સમયે, લીએ તેના પ્રથમ પ્રયાસમાં આ પ્રીમિયર આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું ટાઇટલ જીત્યું. આ ટૂર્નામેન્ટમાં વિશ્વના ટોચના 8 તીરંદાજોનો સમાવેશ થાય છે, જેઓ વિશ્વ કપના ત્રણ તબક્કામાંથી એક જીતીને અથવા તેમના વિશ્વ રેન્કિંગના આધારે ક્વોલિફાય થાય છે.

ત્રણ કમ્પાઉન્ડ અને બે રિકર્વ તીરંદાજ ધરાવતી પાંચ સભ્યોની ભારતીય ટીમે આ સિઝનની છેલ્લી ટુર્નામેન્ટમાં મેડલ સાથે તેમના અભિયાનનો અંત કર્યો હતો.