ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે 17-20 ફેબ્રુઆરી સુધી નેપાળની મુલાકાતે રહેશે,જાણો શું છે કાર્યક્રમ
દિલ્હી:ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે 17-20 ફેબ્રુઆરી સુધી નેપાળની મુલાકાતે છે. નેપાળ સેનાની 260મી વર્ષગાંઠ પર ભારતીય સેનાના 11 પૂર્વ સેના પ્રમુખોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.ભારતીય સેનાના વડા નેપાળની સેનાના માનદ મહારથી (જનરલ કમાન્ડર) હોવાથી, આજ સુધીના તમામ ભૂતપૂર્વ આર્મી ચીફને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
નેપાળી સેનાએ આપેલી માહિતી અનુસાર આ પ્રસંગે યોજાનાર વિશેષ સમારોહ માટે ભારતીય સેનાના પૂર્વ જનરલ વિશ્વનાથ શર્મા, જનરલ શંકર રોય ચૌધરી, જનરલ વેદ પ્રકાશ મલિક, જનરલ સુંદર રાજન પદ્મનાભન, જનરલ નિર્મલ ચંદર બિજ, જનરલ જોગીન્દર જસવંત સિંહ, જનરલ દીપક કપૂર, જનરલ વિજય કુમાર સિંહ, જનરલ વિક્રમ સિંહ, જનરલ દલવીર સિંહ અને જનરલ મનોજ મુકુંદ નરવણેને આમંત્રણ મળ્યા છે.
આ વખતે નેપાળી આર્મીનો સ્થાપના દિવસ ખૂબ જ ખાસ છે.એવા પણ સમાચાર છે કે આ ફંક્શનમાં ભારતીય સેનાના બેન્ડ દ્વારા ખાસ પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે.સૈન્ય પ્રવક્તા ભંડારીના જણાવ્યા અનુસાર, જનરલ પાંડે 17 ફેબ્રુઆરીની સાંજે ભારતીય સેનાના વિશેષ વિમાન દ્વારા કાઠમંડુ પહોંચશે અને 18 ફેબ્રુઆરીએ નેપાળી સેનાના સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં ભાગ લેશે.