જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીઓ ઠાર
- સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર
- એક એસપીઓ શહીદ,અન્ય એક જવાન ઘાયલ
- વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. શોપિયા જિલ્લાના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરમાં શુક્રવારે સવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જોકે એક એસપીઓ શહીદ થયા હતા, જ્યારે એક જવાન ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ,દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના બડગામના હોમહિના ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી પર સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સુરક્ષા દળોએ આખા ગામને ઘેરી લીધું હતું અને ઘરે ઘરે તલાશી લીધી હતી. બધા પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા સીલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોયા સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો. શુક્રવારે સવારે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જોકે,આ એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયા હતા.
ઘાયલ જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે. માર્યા ગયેલા આતંકીઓની હજુ સુધી ઓળખ થઇ નથી. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા મુજબ, શહીદ એસપીઓની ઓળખ મોહમ્મદ અલ્તાફ તરીકે થઈ છે.
-Devanshi