ભારતીય સેનાને મળી બાતમી, કાશ્મીર સરહદેથી 150 જેટલા આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં: રિપોર્ટ
- ભારતીય સેનાની મળી બાતમી
- 150 આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં
- અમેરિકાના હથિયાર સાથે ભારતમાં ઘુસી શકે આતંકી
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને પુરાવા મળ્યા છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય દ્વારા જે હિથયારો છોડી દેવાયા હતા તે હવે આતંકીઓના હાથ લાગ્યા છે અને તે ભારત પાકિસ્તાન સરહદ પાસેથી મળી રહ્યા છે. પાકિસ્તાન સરહદ પાર કરીને 150 જેટલા આતંકીઓ ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. સાથે જ એવી પણ બાતમી સૈન્યને મળી છે કે અફઘાનિસ્તાનથી પણ અનેક આતંકીઓ ભારત સરહદે પહોંચી રહ્યા છે જેઓ ગમે ત્યારે ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે.
સૈન્યના વરીષ્ઠ અિધકારી જનરલ ઓફિસર કમાંડિંગ (જીઓસી) મેજર જનરલ અજય ચાંદપુરિયાએ જણાવ્યું હતું કે એલઓસી પાસે અફઘાનિસ્તાનના અનેક સીમકાર્ડ સક્રિય જોવા મળી રહ્યા છે. સાથે જ પીઓકેમાં અફઘાનિસ્તાનની ભાષા બોલનારા અનેક લોકો પહોંચ્યા છે.
દરમિયાન કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો એક પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. શ્રીનગર પોલીસે જણાવ્યું હતું કે ટાર્ગેટ કિલિંગ માટે જાણીતુ તોયબાનું હિટ સ્ક્વોડ ફરી સક્રિય થયું છે, જોકે આવા એક ટાર્ગેટ કિલિંગને નિષ્ફળ બનાવાયો છે અને પોલીસ દ્વારા કેટલાક શખ્સોની ધરપકડ કરાઇ છે.
જ્યારે છેલ્લા એક વર્ષમાં અડધો ડઝનથી વધુ વખત આતંકીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો જે બધા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. હાલ આતંકીઓની પાસે હાઇટેક હિથયારો લાગી ગયા છે જે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં છોડી દીધા છે જેમાં નાઇટ વીઝન ડિવાઇસ, હાઇ-ટેક હિથયારોનો પણ સમાવેશ થાય છે.