Site icon Revoi.in

ભારતીય સેનાને હાઈડ્રોજન ઈંધણ પર ચાલતી પહેલી બસ મળી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સેનાને હાઈડ્રોજન ઈંધણ પર ચાલતી પહેલી બસ મળી છે. સોમવારે નવી દિલ્હીમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યની હાજરીમાં એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

IOCL એ એક કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફને આ બસ સોંપી હતી. ભારતીય સૈન્યએ તેના કાફલામાં પ્રથમ હાઇડ્રોજન ઇંધણ બસનો સમાવેશ કર્યો છે, જે ગ્રીન હાઈડ્રોજનને પ્રોત્સાહન આપે છે. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થયેલા કરાર અંગેના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના ઇનોવેશન, નવીનતમ ટેક્નિક અને પર્યાવરણીય સંરક્ષણ તરફ તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે હજુ પણ પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉકેલો માટે માર્ગ મોકળો કરે છે

આ બસમાં 37 મુસાફરોની બેઠક ક્ષમતા છે. ટાંકી એક સમયે 30 કિલો હાઇડ્રોજન ઇંધણથી ભરી શકાય છે. ઈંધણની ક્ષમતા પર માઇલેજ 250-300 કિમી છે, જે શૂન્ય કાર્બન ઉત્સર્જનને સુનિશ્ચિત કરે છે.