ભારતીય સેના આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે: સેના પ્રમુખ
- ભારતયી સેનામાં થઈ રહ્યા છે મોટા બદલાવ
- સેના પ્રમુખએ આપ્યું નિવેદન
- ભારતીય સેના આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે
દિલ્હી :ભારતીય સેના છેલ્લા 7-8 વર્ષથી હતી એના કરતા વધારે સક્ષમ બની છે, સેનાની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આવામાં સેના પ્રમુખ એમ.એમ.નરવણે દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે ભારતીય સેના આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે, અને ઓપરેશનલ જરૂરિયાતો માટે સ્વદેશી ઉકેલો શોધવામાં આવી રહ્યા છે.
આ પહેલા નરવણે બુધવારે બે દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. અહીં તેમણે સુરક્ષાની સ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પુંછ અને રાજૌરી જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન વચ્ચે લગભગ બે અઠવાડિયામાં આર્મી ચીફ બીજી વખત જમ્મુની મુલાકાતે આવ્યા હતા.
17 ઓક્ટોબરના રોજ એમએમ નરવણેએ પૂંછમાં અથડામણ દરમિયાન શહીદ થયેલા સુબેદાર અજય સિંહ અને નાઈક હરેન્દ્ર સિંહના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. અજય સિંહ અને હરેન્દ્ર સિંહે મેંધરના નાર-ખાસ જંગલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
જો કે ઉલ્લેખનીય છે કે 27 દિવસ સુધી આતંકવાદીઓની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન પછી સુરક્ષા દળોએ શનિવારે રાજૌરી જિલ્લાની આસપાસના વિસ્તારમાં તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં સુરક્ષાદળોને આતંકીઓને શોધવામાં કોઈ સફળતા મળી નથી.