Site icon Revoi.in

ભારત LAC પર સર્વેલન્સ અને ગુપ્તચર માહિતી એકત્રિત કરવા હાઈ ટેકનોલોજીનો કરશે ઉપયોગ

Social Share

દિલ્હીઃ- દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદ ઉપર ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ નથી લેતો, ચીન દ્વારા સરહદ ઉપર જંગી માત્રામાં હથિયારોનો જથ્થો મોકલી આપ્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે. બીજી તરફ ભારતીય સેના પણ ચીનને તેની ભાષામાં જવાબ આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત સરહદ ઉપર ચીનની ઘુસણખોરી અટકાવવા અને ચીન ઉપર નજર રાખવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. એલએસસી પર સર્વેલન્સ અને ગુપ્તચર માહિતી એકત્રિત કરવાના મિકેનિઝમ ઉચ્ચ ગુણવત્તાના બનાવવાનું પણ નક્કી કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની હરકતો પર ડ્રોન, સેન્સર, રિકોનિસન્સ પ્લેન અને ઇલેક્ટ્રોનિક લડાઇના સાધનો દ્વારા ચોવીસ કલાક નજર રાખવામાં આવશે.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર જે રીતે તણાવ વધી રહ્યો છે તેને લઈને ભારતીય સેના હવે વધારે સતર્ક બની છે. આમ તો ભારતે ચીનને વળતો જવાબ આપવા તમામ પગલા લીધા છે અને ભારતીય સેના દેશ વિરોધી કોઈ પણ પ્રવૃતિને નિષ્ફળ કરવા તૈયાર છે પણ હવે ભારત દ્વારા એવા પગલા લેવામાં આવ્યા છે જે ચીન દ્વારા ક્યારેય વિચારવામાં પણ આવ્યુ હશે નહી,

ભારત હવે બોર્ડર ડ્રોન, કેમેરા તથા એવા તમામ ઉપકરણો મુકવાનો નિર્ણય કર્યો છે જે ચીનની તમામ ભારત વિરોધી ચાલ પર નજર રાખી શકે. વિતેલા વર્ષ દરમિયાન ગલવાન ઘાટીમાં ચીનના વલણ અને  હિંસાને પગલે ભારત અને ચીન વચ્ચેનો તણાવ હજી ચાલી જ રહ્યો છે. તે જ સમયે, સરહદ વિવાદને લઈને અનેક રાઉન્ડ બેઠક પણ યોજાઈ ચૂકી છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવી રહ્યું નથી. ચીનીની સેનાએ 3 હજાર 488 કિ.મી.ની વાસ્તવિક નિયંત્રણ રેખાથી પીછેહઠ કરવાના સંકેત આપી રહી નથી.જો કે હવે ભારતે હવે ચીન અને તેના સૈનિકો પર નજર રાખવા માટે કડક પગલા ભર્યા છે.

સંરક્ષણ મંત્રાલયના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે  778 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર સતત નજર રાખી શકાતી નથી. તેથી, નિયંત્રણ લાઇન પર રીઅલ ટાઇમ માહિતી માટે અસ્તિત્વમાં છે તે મોનિટરિંગ સિસ્ટમ વધુ સુધારવામાં અને મજબૂત કરવામાં આવશે,

જાણવા મળતી વિગત અનુસાર અધિગ્રહમ અને ઇન્ડક્શન યોજનાઓ  હાઈ એલ્ટિટ્યૂડ વાળઆ વિસ્તારો માટે મિની ડ્રોન અને અલ્ટ્રા લાર્જ રેન્જ સર્વેલેન્સ કેમેરાથી લઈને સુદુર પડોસી વિમાન પ્રણાલીઓ માટે  મીડિયમ અલ્ટિ ટ્યૂડ લોંગ એન્ડયોરેન્સ અને હાઈ અલ્ટીટ્યૂડ લોંગ એન્ડયોરેન્સ સ્થિત છે.

આ ઉપરાંત ઇઝરાઇલથી ત્રણથી ચાર હેરોન યુએવી ભાડે લેવાની પણ યોજના છે. તે જ સમયે,વાયુસેના માટે હેરોપ કમિકેજ એટેક ડ્રોન્સ પણ માટે ખરીદવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ગયા મહિને એક ભારતીય કંપની સાથે 140 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.આ ડીલ હેઠળ, એડવાન્સ વર્ઝનના સ્વીચ ડ્રોન ખરીદવામાં આવશે. સૈન્યમાં આવા ડ્રોનનો સમાવેશ, વ્યૂહરચના સ્તરે આપણી સર્વેલન્સ સિસ્ટમમાં મોટા ફેરફારો લાવશે.

સાહિન-