- પોખરણમાં હેલિના ટેંક મિસાઈલનું સફળ પરિક્ષણ કરાયું
- સેના અને વાયુસેનાની કવાયતથી આ પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું
જયપુર – રાજસ્થાનમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના સંયુક્ત કવાયતના ભાગરૂપે હેલિના 4 એન્ટી ટેંક મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓ ના જણાવ્યા પ્રમાણે મિસાઈલોને ALH ધ્રુવ હેલિકોપ્ટરથી છોડવામાં આવી હતી . આ મિસાઈલને ચાર મિસાઈલ દ્વારા સાત કિલોમીટરના અંતર સુધીના નિશાના પર સફળતાપૂર્વક વાર કર્યો હતો.
પોખરણમાં એન્ટી ટેંક મિસાઈલ હેલિનાનું કર સફળતાપૂર્વક પરિક્ષણ કરાયા પછી ભારતીય સૈન્યમાં તેને સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસથી એન્ટી ટેંક મિસાઈલ હેલિનાનું પરિક્ષણ કરવામાં આવતું હતુ. આજે તેનુ છેવટે સફળ પરીક્ષણ કરાયુ હતું.
જાણો આ મિસાઈલની ખાસિયતો
- હેલિના મિસાઈલ ત્રીજી પેઢીનું એન્ટી ટેન્ક મિસાઈલ છે
- ફાયર અને ફરગેટ સિસ્ટમ પર કાર્ય કરતી મિસાઈલ છે.
- જેને એક વખત લોન્ચ કરવામાં આવે તે પછી તે પોતાની ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને નિશાન વાર કરવાની ક્ષમતા ધરાવે છે
- .આ મિસાઈલને ભારતમાં જ બનેલા સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર પર ફિટ કરવામાં આવી છે.
- આ મિસાઈલ અંધારામાં પણ વાર કરવાની ક્ષમતા ધરાવે છે