Site icon Revoi.in

બે દિવસ અગાઉ મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ ભારતીય સેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરની ઉડાન પર રોક લગાવી

Social Share

 બે દિવસ પહેલા મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ સંરક્ષણ દળોએ ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરી દીધું છે. જ્યાં સુધી તપાસકર્તાઓ હેલિકોપ્ટર ક્રેશનું કારણ નક્કી નહીં કરે ત્યાં સુધી  તેની ઉડાન પર રોક રહેશે

ઉલ્લેખનીય છે કે  બુધવારે નેવીના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ટેક્નિકલ ખામી સર્જાતા મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ પછી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા ભારતીય નૌકાદળના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરએ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો શિકાર બન્યો હતો. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો

એલએચ હેલિકોપ્ટર ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા સંચાલિત થાય છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તપાસકર્તાઓ મુંબઈના દરિયાકાંઠે હેલિકોપ્ટરની ઘટનાનું કારણ શોધી ન લે અને સાવચેતીભરી તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત મલ્ટીરોલ હેલિકોપ્ટર છે. તેનો ઉપયોગ લશ્કરી કર્મચારીઓ અને સામગ્રીના પરિવહન સહિત અનેક ભૂમિકાઓમાં થાય છે. માહિતી પ્રમાણે હેલિકોપ્ટરનું સંચાલન બંધ ન થાય તેની ખાતરી કરવા માટે કંપની ગ્રાહકો સાથે મળીને કામ કરશે. નેવીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સેનાના ત્રણેય ભાગોના હેલિકોપ્ટર મિશનમાં ALH ધ્રુવને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યો છે.