‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ ભારતીય સેના સ્વદેશી સાધનોથી બનશે સજ્જ – PM મોદી દશેરાના દિવસે 7 કંપનીઓનું કરશે ઉદ્ધાટન
- દેશની સેના બનશે આત્મનિર્ભર હેઠળ સાઘનોથી સજ્જ
- મેક ઈન ઈન્ડિયા સાધનોથી સજ્જ બનશે સેના
દિલ્હીઃ- દેશમી ત્રણેય સેનાઓને અનેક મોરચે સજ્જ બનાવવા કેન્દ્ર સરકારે અનેક પ્રયત્નો હાથ ધર્યા છે, જે હેઠળ આત્મનિર્ભર ભારતની દિશામાં સતત પ્રગતિશીલતા જોવા મળી રહી છે,આ હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સાત નવી સંરક્ષણ કંપનીઓની રચનાની હવે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરે યોજાનારા કાર્યક્રમમાં આ 7 કંપનીઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કંપનીઓ હાલની 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓને મર્જ કરીને બનાવવામાં આવી છે. નવી કંપનીઓ 100 ટકા સરકારી જ હશે, પરંતુ તે કોર્પોરેટ તર્જ પર કાર્યરત રહેશે. નવી કંપનીઓની રચના સાથે, ઓર્ડનન્સ ફેક્ટરીની પરંપરાગત પ્રકૃતિનો અંત આવશે અને નવી કંપનીઓ હાલની જરૂરિયાતો અનુસાર વ્યાવસાયિક રીતે કાર્ય હાથ ધરશે
સંરક્ષણ મંત્રાલયના સુત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે , આ વર્ષે જૂનમાં, સુરક્ષા બાબતોના કેબિનેટે ઓર્ડનન્સ ફેક્ટરીને કોર્પોરેટ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ જે 41 ફેક્ટરીઓને તેમની કામગીરી અનુસાર સાત ભાગમાં વર્ગીકૃત કરીને સાત નવી કંપનીઓની રચના કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, સમાન કામમાં રોકાયેલા કંપનીઓને મર્જ કરીને નવી કંપનીની રચના કરવામાં આવી છે.
જાણો સાત કંપનીઓના જૂદા જૂદા કાર્યો વિશે
1 – 15 ઓક્ટોબરે અસ્તિત્વમાં આવનારી સાત કોર્પોરેટ સંરક્ષણ કંપનીઓમાંથી એક કંપની દારૂગોળો અને અન્ય વિસ્ફોટકોના ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશે. તેને મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ નામ આપવામાં આવ્યું છે.
2 – જ્યારે બીજી કંપની આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડ વાહનોના ઉત્પાદનનું કામ કરશે જેમ કે ટાંકી, લડાકુ વાહનો, ટનલ વિરોધી વાહનો વગેરે બનાવવાના કાર્.માં જોતરાશે
3 – ત્રીજી કંપની એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ વિવિધ પ્રકારના હથિયારોનું ઉત્પાદન કરશે. જેમાંપિસ્તોલ, રિવોલ્વરથી લઈને મોટા કેલિબર સુધીના હથિયારોના ઉત્પાદનનો સમાવેશ થશે.
4 – ચોથી કંપની ટ્રૂપ કોમ્ફોર્ટ્સ લિમિટેડ સૈનિકોના ઉપયોગ માટે સામગ્રી બનાવશે. આજની તારીખમાં સૈનિકોના કપડાં અને પગરખાંમાંથી, તમામ સામગ્રી વિદેશથી આયાત કરવામાં આવે છે, પરંતુ નવી કંપની તે બધાનું ઉત્પાદન દેશમાં જ કરશે.
5- પાંચમી કંપની, યંત્ર ઇન્ડિયા લિમિટેડ, સહાયક સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરશે.
6 – છઠ્ઠી કંપની, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનું ઉત્પાદન હાથ ધરશે.
7 – સાતમી કંપની ગ્લાયર્ડ ઇન્ડિયા લિમિટેડને પેરાશૂટ બનાવવાની જવાબદારી આપવામાં આવશે.
આમ મર્જ કરેલાયેલ કંપનીમાંથી બનનાર આ સાત કંપની અલગ અલગ સાધનો માટે કાર્યરત રહેશે જેથી કરીને હવે સેનાને જરુર હોય તે પ્રકારના દરેક ઉપકરણો આ કંપનીઓમાં જ ઉત્પાદન કરવામાં આવશે,આ મિશન અંતર્ગત અનેક લોકોને રોજગારીની તકો ઊભૂ થશે અને આત્મનિર્ભર ભારતને વેગ મળશે