- ભારતની તાકાત થશે બેગણી
- હવે ઈઝરાયલ કંરની એરસટ્રાઈકર બનાવશે ભારતમાં
દિલ્હીઃ દેશમાં ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે,તેમને મજબૂત બનાવવાની દિશામા કેન્દ્ર દ્રારા અનેક સફળ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જે જીત મેળવી હતી તેવા મિશનને વધુ સફળ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ હેઠળ ભારતીય સેના માટે ભવિષ્યમાં આ પ્રકારના મિશનનો સામનો કરવો સરળ રહેશે કારણ કે હવે આગામી દિવસોમાં ભારતીય સેના સ્કાય સ્ટ્રાઈકરથી સજ્જ કરવામાં આવશે.
આ માટે એર સ્ટ્રાઈક દરમિયાન જે સ્ટ્રાઈકરનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નિર્માણ હવે ભારતમાં થનાર છે, આ સ્ટ્રાઈકર આત્મઘાતી ડ્રોનની જેમ કાર્યરત રહે છે આ સાથે જ દૂરના નિશાના પર વાર કરવાની ક્ષનમતા ધરાવે છે ્ને તેનો અવાજ પણ ખૂબ ઘીમો હોય છે.
મીડિયા એહેવાલ મુજબ જો વાત માનીએ તો દેશની વાયુસેનાના યુદ્ધ વિમાનોએ જે રીતે વર્ષ 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. તેવી જ રીતે હવાઈ હુમલા માટે ભારતીય સેનાને વધુ મજબૂત કરવાનો અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, આ માટે સેનાએ 100થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે એક મોટો સોદો કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે જે થકી આ સ્ટ્રાઈકર દ્રારા ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવાશે.
સ્કાય સ્ટ્રાઈકર શું છે જાણો તે કઈ રીતે કાર્ય કરે છે
- સ્કાય સ્ટ્રાઈકર એક હરતું ફરતું હથિયાર છે જે દૂર સુધી નિશાન તાકવાની ક્શતાથી સજજ છે
- આ હથિયાર સીધો સટિક હુલો કરવાની ક્ષમતા ધરાવે છે
- આ કરાર મુજબ આ સ્કાય સ્ટ્રાઈકરનું નિર્માણ બેંગલુરુમાં કરવામાં આવશે.
- આ સ્ટ્રાઈકરનો ઉપયોગ બાલાકોટ જેવા અનેક મિશનમાં થઈ શકે છે.
- આ હથિયાર ડ્રોન સેનાની ફરતી યુદ્ધ સામગ્રીની આવશ્યકતાને પૂરી કરે છે.
- આ હથિયાર એક રીતે માનવરહિત હવાઈ વિમાન છે. જે વિસ્ફોટક વોરહેડની સાથે લાઈન ઓફ વિઝન ગ્રાઉન્ડ લક્ષ્યો સાથે સંલગ્ન કરવા માટે નિર્માણ કરાયું છે
- સ્કાય સ્ટ્રાઈકર એક આત્મઘાતી ડ્રોન જેમ જેમ કામ કરે છે. જે વિસ્ફોટકોની સાથે લક્ષ્યને નષ્ટ કરવાની તાકાત ઘરાવે છે
- આ સાથે જ 5 કિલો વોરહેડની સાથે નિર્દિષ્ટ લક્ષ્યોની માહિતી મેળવીને તેના પર વાર કરવાની પુરેપુરી ક્ષમતા રાખે છે
- ,તે જ્યારે કાર્ય કરે છે ત્યારે તેનો અવાજ ખૂબ ઘીમો હોય છે જેથી દુશ્મોનેને તેની આહાગ થતી નથી,
- તે ધીમા અવાજની સાથે ઓછી ઉંચાઈ પર ઉડી શકે છે, તેમી ક્ષમતા 100 કિલોમીટર સુધી હશે, પરંતુ આ સ્કાય સ્ટ્રાઈકર 20 કિલોમીટર દૂર સ્થિત લક્ષ્યને પહોંચતા 10 મિનિટનો જ સમય લે છે,
- આ સાથે જ તેને લોન્ચ કરતાં પહેલાં તેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર લોડ કરવામાં આવે છે.