- ભારતીય સેના સૈનિકો માટે ખરીદશે જેટ પેક
- દુશ્મનો પર સેનાનો જબલ વાર
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરી રહી છે ત્યારે હવે સેના માટે જેટપેક ખરીદીને લઈને પણ સમાચાર આવી રહ્યા છે જે પ્રમાણે ભારતીય સેના વધુ તાકાતવર અને દુશ્મનોના જવાબ પર આકરા પ્રહાર કરવામાં વધુ સફળ બનશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં સેન્યની તાકાતને મજબૂત કરવા અને દુશ્મનની દરેક ચાલનો જવાબ આપવા માટે સેના સતત સક્રિય બને છે. ત્યારે હવે સેના એ સૈનિકો માટે જેટપેક સૂટ, નવી પેઢીના ડ્રોન સિસ્ટમ્સ અને રોબોટ્સ ની ઇમરજન્સી ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યા છે.
આ સહીત સેના 48 જેટપેક સૂટ, 100 રોબોટ્સ અને 130 ફાસ્ટ-ટ્રેક ‘ટીથર્ડ’ ડ્રોન સિસ્ટમ્સ ખરીદશે તે અંગે સેનાના અધિકારી દ્રારા જાણકારી આપવામાં આવી છે આ ખરીદીથી સૈનિકો 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે.
માહિતી પ્રમાણે આ જેટપેક સૂટમાં સૈનિકો માટે સુરક્ષિત અને નિયંત્રિત ટેક-ઓફ અને લેન્ડિંગ હોવું જોઈએ જે કોઈપણ દિશામાં ઉતરીવાની ક્શષમતા ધરાવતું હોય. આ ઉપરાંત, રોબોટ્સ 10,000 ફૂટ સુધીની ઊંચાઈ પર કામ કરવા સક્ષમ હોવા જોઈએ. તે જ સમયે, ડ્રોન લાંબા સમય સુધી સરહદ રેખા પર દેખરેખ માટે યોગ્ય હોવું જોઈએ.
ટેન્ડર સેના દ્વારા ઈમરજન્સી ખરીદી માટે જારી કરવામાં આવ્યા છે. તાજેતરના વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતે આ પગલું ભર્યું છે. જેમાં આર્મેનિયા-અઝરબૈજાનથી લઈને રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ હોય કે પૂર્વમાં ચીન સાથે લશ્કરી સંધર્ષ હોય સેના દરેક પરિસ્આથિતિને પહોંચી વળે તે માટે સેના સતત પ્રયત્નશીલ છે.