Site icon Revoi.in

ભારતીય આયુર્વેદઃ પાચનને લગતી બિમારીનો રામબાણ ઈલાજ એટલે બિજોરુ

Social Share

વૈદ્યો ‘બિજોરા’ને પાચક ષધ તરીકે ઓળખાવે છીએ. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને તેને ‘બિજોરા લીંબુ’ પણ કહે છે. આયુર્વેદમાં તેને બિજપૂર, માતુલુંગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

બિજોરાનાં મધ્યમ કદનાં ઝાડીદાર વૃક્ષો હિમાલયમાં ગઢવાલથી સિક્કિમ સુધી ચાર હજાર ફૂટની ઊંચાઈ સુધી વિશેષ પ્રમાણમાં થાય છે. ભારતમાં હવે તો તે સર્વત્ર થાય છે. તેનાં પાંદડા, ફૂલો વગેરે સાદા લીંબુ જેવા જ હોય છે. ફળ લંબગોળ, ઘણા બીજવાળા અને વજનમાં બસોથી ત્રણસો ગ્રામનાં થાય છે.

પાકું બિજોરું સ્વાદમાં મધુર અને ખાટું, ગરમ, પચવામાં હળવું, સ્વાદિષ્ટ, પાચક અને રુચિકર, જીભ, કંઠ અને હૃદયને શુદ્ધ કરનાર તથા બળપ્રદ છે. તે અજીર્ણ, કબજિયાત, દમ, વાયુ, કફ, ઉધરસ, અરુચિ અને ઉદરશૂળનો નાશ કરે છે. કાચું બિજોરું ત્રિદોષવર્ધક અને રક્તને દૂષિત કરનાર છે. બીજોરાનાં બીજ સ્વાદમાં કડવા, ગરમ, પચવામાં ભારે, ગર્ભપ્રદ તથા બળપ્રદ છે.

રાસાયણિક દ્રષ્ટિએ બીજોરાનાં રસમાં સાઈટ્રીક એસિડ, ખૂબ થોડું સલ્ફ્યુરિક એસિડ અને શર્કરા હોય છે. ફળની છાલમાં એક સુગંધિત તેલ રહેલું હોય છે. આ તેલમાં સાઈટ્રિન 76%, સાઈટ્રોલ 7-8%, સાઈમીન, સાઈટ્રોનેલાલ વગેરે તત્ત્વો હોય છે.

બિજોરું ઉત્તમ પિત્તશામક ષધ છે. પિત્તનાં બધા રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. પિત્તની વૃદ્ધિ થઈ હોય અને તેને લીધે આખા શરીરમાં દાહ-બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડો પાકા બિજોરાનો રસ અને સાકર મેળવી, શરબત જેવું બનાવીને પી જવું. પિત્ત અને તેને લીધે થતી બળતરા શાંત થઈ જશે. પાકા બીજોરાનાં રસનું આ શરબત અમ્લપિત્ત-એસિડિટીમાં પણ ઘણો ફાયદો આપે છે.

મૂત્રમાર્ગની પથરીમાં બિજોરું ઉત્તમ પરિણામ આપે છે. બીજોરાનો રસ પાથરીને તોડી-ઓગાળીને બહાર કાઢે છે. પથરી જો બહુ મોટી ન હોય તો બિજોરાનાં બે ચમચી જેટલાં રસમાં ચપટી જવખાર કે સિંધવ મેળવીને દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી નિકાલ પામે છે.

એપિલેપ્સી એટલે કે વાઈની તકલીફમાં બિજોરાના રસનું સેવન ઘણો લાભ થાય છે. એક-એક ચમચી બિજોરા, નગોડ અને લીમડાનો રસ મિશ્ર કરીને થોડા દિવસ સવાર-સાંજ પીવાથી વાઈ (એપિલેપ્સી) મટે છે.