Site icon Revoi.in

ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારતીય બેસ્ટમેન શ્રેયસની લાંબી છલાંગ

Social Share

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેન અને બોલરોની નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટો ફાયદો થયો છે. જોકે, વિરાટ કોહલી અને રોહિત શર્માને તાજેતરની રેન્કિંગમાં નુકસાન થયું છે. શ્રેયસ અય્યર ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં 27માં નંબર પર પહોંચી ગયો છે. પરંતુ વિરાટ કોહલી ટોપ 10માંથી બહાર થઈ ગયો.

શ્રીલંકા સામેની ભારતની તાજેતરની ઘરઆંગણાની શ્રેણીની જીતે ખેલાડીઓની રેન્કિંગ પર અસર કરી છે, જેમાં ટોચના ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરે તેના આક્રમણ અને ત્રણ અણનમ અડધી સદીનો ફાયદો ઉઠાવીને તેને બેટ્સમેનોની યાદીમાં ઊંચો વધારો કરવામાં મદદ કરી છે. ફેબ્રુઆરીમાં આ શ્રેણીમાં ભારતે શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું, જેમાં 27 વર્ષીય અય્યરે ત્રણ મેચમાં 174ના સ્ટ્રાઈક રેટથી અણનમ 204 રન બનાવ્યા હતા. બીજી તરફ, શ્રીલંકાના પથુમ નિસાન્કાએ શ્રેણીની બીજી મેચમાં 75 રન બનાવ્યા, જેના કારણે તેને છ સ્થાનનો ફાયદો થયો. તે રેન્કિંગમાં નવમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાંચ સ્થાન સરકીને 15મા સ્થાને છે કોહલીને શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. ટોપ-10 બેટ્સમેનોમાં બાબર આઝમ નંબર વન અને મોહમ્મદ રિઝવાન બીજા નંબરે છે. જ્યારે એડન માર્કરામ ત્રીજા, ડેવિડ મલાન ચોથા અને ડેવોન કોનવે પાંચમા નંબરે છે. ભારતની વાત કરીએ તો માત્ર ટોપ-10 એક માત્ર ખેલાડી કે.એલ.રાહુલનો સમાવેશ થાય છે. રાહલ 10માં નંબર પર છે. જ્યારે શ્રીલંકાના લાહિરુ કુમારાએ પ્રથમ વખત ટોપ 40 બોલરોમાં પ્રવેશ કર્યો છે.