- મૂળભારતીય નિરા ટંડન અમેરિકામાં મહત્વની જવાબદારી નિભાવશે
- રાષ્ટ્રપતિ બાઈડને સોંપ્યું મહત્વનું પદ
દિલ્હીઃ- મૂળભારતીયો કે જેઓ વિદેશમાં રહેતા છે તેમણે વિદેશની ઘરતી પર દેશનું નામ રોશન કર્યું છે ઘણી એવી હસ્તીો છે કે જેઓ વિદેશની સત્તામાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ ભારતીય મહિલા નિરા ટંડનને અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન દ્રારા એક મહત્વની જવાબદારી સોંપાઈ છે એટલું જ નહી આ પદને સંભાળનાર તે પ્રથમ એશિયાી અમેરિકી બની છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં ભારતીય મૂળની વધુ એક મહિલાને સ્થાન મળ્યું છે. વિતેલા દિવસે જાહેરાત કરાઈ હતી કે ભારતીય-અમેરિકન નીરા ટંડન તેમની ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલના આગામી વડા તરીકે આઉટગોઇંગ એડવાઈઝર સુસાન રાઈસનું સ્થાન લેશે.
આટલું જ નહી પરંતુ બિડેનના નિર્ણય બાદ નીરા ટંડન વ્હાઇટ હાઉસ એડવાઇઝરી કાઉન્સિલનું નેતૃત્વ કરનાર પ્રથમ એશિયન-અમેરિકન બની છે.અગાઉ નીરા ટંડન વ્હાઇટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી તરીકે ફરજ બજાવતી હતી. ત્યારબાદ નીરા આ પદ સંભાળનાર પ્રથમ ભારતીય-અમેરિકન બની હતી.
નિરા ટંડને રાષ્ટ્રપતિ બાઈડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સેવા આપી છે. ટંડને તેની કારકિર્દીની શરૂઆત વ્હાઈટ હાઉસમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન હેઠળની ઘરેલું નીતિના સહાયક નિયામક અને પ્રથમ મહિલાના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે કરી હતી.
જો નિરા, ટંડન નવિશએ વધુ માહિતી મેળવીએ તો તેઓ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસમાં આરોગ્ય સુધારણાના વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા હેઠળ પોષણક્ષમ સંભાળ કાયદાની કેટલીક જોગવાઈઓ પર કોંગ્રેસ અને હિતધારકો સાથે નજીકથી કાર્ય પાર પાડ્યું છે.