અમદાવાદઃ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેમજ નિફ્ટી અને સેંસેક્સમાં સમગ્ર ટ્રેડિંગ સેશન્સમાં મજબુતી યથાવત રહી હતી. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ ભારે તેજી આવી હતી અને નિફ્ટીએ પ્રાઈસ એક્શન બનાવીને પોતાના મહત્વપૂર્ણ રેજિસ્ટેંસ લેવલને તોડ્યું હતું. જોકે, બપોર બાદ બજારને ઉંચા સ્તરે પ્રોફિટ બુકીંગનું દબાણ સહન કરવું પડ્યું હતું. પરંતુ આ દબાણ વધારે ન હતું, નિફ્ટીમાં 22100 પોઈન્ટ થી ફરીથી બોઈંગ સાથે અંતિમ 15 મિનિટમાં ગજબની તેજી રહી હતી.
નિફ્ટી આજે 119 પોઈન્ટની તેજી સાથે 22124 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે બીએસઈ સેંસેક્સમાં 526 પોઈન્ટની તેજી આવી હતી. સેંસેક્સ 72996 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. રિલાયન્સ આજે બજારમાં નિફ્ટી 50ના ટોપ ગેનર રહ્યું અને 3.56 ટકાની વૃદ્ધિ સાથે 2985ના લેવલે બંધ રહ્યો હતો. આવી જ રીતે બજાજ ઓટો, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ, એચડીએફસી બેંકના શેરમાં તેજી જોવા મળી હતી. માર્કેટને આજે ઓટો, પાવર સેક્ટરના શેરોએ તેજી આપી હતી. બીજી તરફ આઈટી, ફાર્મા અને એફએમસીજી સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું.
સપ્તાહના બીજા કારોબારી દિવસે બુધવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. . બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નજીવા વધારા સાથે શરૂઆત કરી હતી. સેન્સેક્સ લગભગ 160 પોઈન્ટના વધારા સાથે 72,630 પોઈન્ટથી થોડો ઉપર હતો. નિફ્ટી 53 પોઈન્ટના વધારા સાથે 22,058 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારમાં શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પર, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બીપીસીએલ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શેર વધી રહ્યા છે.
જ્યારે ટાટા કન્ઝ્યુમર, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, યુપીએલ અને નેસ્લે ઇન્ડિયાના શેરમાં ઘટાડો છે. અગાઉ સેન્સેક્સે 222 પોઈન્ટના વધારા સાથે 72,692ના સ્તરે અને નિફ્ટીએ 49 પોઈન્ટના વધારા સાથે 22,053ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. એક દિવસ પહેલા મંગળવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 361 પોઈન્ટના ઘટાડા સાથે 72,470 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 92 પોઇન્ટ લપસીને 22,004ના સ્તરે બંધ થયો હતો.