વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં ભારતીય બોક્સરની જીત
નવી દિલ્હીઃ ઈટાલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસન ને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો છે. શરૂઆતના રાઉન્ડમાં અન્ય પાંચ ભારતીય બોક્સરોને બહાર કર્યા બાદ આ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત છે.
છ વખતની એશિયન ચેમ્પિયનશીપમાં 68.5 વજન કેટેગરીના ખેલાડી શિવ થાપાએ ઉઝબેકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન રુસલાન અબ્દુલ્લાએવ સામેનો મુકાબલો ગુમાવ્યો હતો. આ સ્પર્ધામાં ક્વોટા સુરક્ષિત ન કરનારા બોક્સરોને 23 મે થી 3 જૂન દરમિયાન બેંગકોકમાં યોજાનારી બીજી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર દરમિયાન પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવાની અંતિમ તક મળશે.