- અંડમાન સાગરમાંથી જપ્ત કરાયું મ્યાંમારનું જહાજ
- 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ કરાયું જપ્ત
- 6 ક્રૂ મેમ્બર્સ કસ્ટડીમાં લેવાયા, પૂછપરછ હાથ ધરાઈ
ભારતીય તટરક્ષક દળે મ્યાંમારના એક જહાજને 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગની સાથે ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક જહાજ રાજવીરે અંડમાન સાગરમાંથી મ્યાંમારના આ જહાજને ઝડપ્યું છે.
ભારતીય તટરક્ષક દળના મહાનિરીક્ષક મનીષ પાઠકે કહ્યુ છે કે તટરક્ષક જહાજ રાજવીરે ભારતની સમુદ્રી સીમા પરથી છ ક્રૂ મેમ્બર્સની સાથે મ્યાંમારના એક જહાજને ઝડપ્યું છે. મ્યાંમારના આ જહાજ પરથી 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ જપ્ત થયું છે. આ ડ્રગ્સની આપૂર્તિ દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમા કરાઈ રહી હતી.
તેમણે કહ્યુ છે કે ડોર્નિયર સર્વિલાન્સ પ્લેન દ્વારા જહાજને શંકાસ્પદ મૂવમેન્ટની જાણકારી મળી હતી, બાદમાં કોસ્ટ ગાર્ડે સ્વતંત્રપણે આખા ઓપરેશનનું સંચાલન કર્યું હતું અને આઈસીજીએસ રાજવીરે જહાજને ઝડપી પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે મનીષ પાઠક અંડમાન અને નિકોબાર ટાપુ સમૂહ માટે તટરક્ષકાના પ્રભારી છે અને આ પ્રકારની ગતિવિધિઓને લઈને તેમમે અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે, કારણ કે આ ક્ષેત્ર આ પ્રકારની ગતિવિધિઓમાં સક્રિય છે. આ માર્ગથી ડ્રગની મોટી ખેપને લઈ જઈને અન્ય દેશોમાં વેચવામાં આવે છે. નશીલા પદાર્થો વેચનારા પ્રતિ કિલોગ્રામ ડ્ર્ગ્સને એક કરોડમાં વેચે છે.
જો કે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની જપ્ત કેટામાઈન ડ્ર્ગ્સની કિંમતની જાણકારી મેળવવી હજી બાકી છે. તેના સિવાય આ તમામ છ ક્રૂ મેમ્બર્સ સાથે પૂછપરછ ચાલુ છે. ડ્રગ્સના 1150 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે અને દરેક પેકેટમાં એક કિલોગ્રામ ડ્રગ્સ પેક કરવામાં આવ્યું છે.