Site icon Revoi.in

ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક – ICGએ ચક્રવાત “દાના” આવતા પહેલા જાનમાલના નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી છે. ICG સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. હાલમાં ચક્રવાતના કારણે સર્જાતી ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી ચાલી રહી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘તટરક્ષકે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જહાજો, વિમાનો અને દૂરથી સંચાલિત થતા મથકોને માછીમારો અને ખલાસીઓને હવામાન વિભાગની ચેતવણી અને સલામતી સલાહ આપવાનું કામ સોંપ્યું છે. આ ચેતવણી સતત તમામ બોટ સુધી પહોંચાડી તેમને તાત્કાલિક કિનારા પર પરત આવવા અને સલામત જગ્યાઓ પહોંચવા કહેવામાં આવ્યું છે.’ I.C.G.એ દરિયામાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પોતાની બોટ અને વિમાનને તહેનાત કર્યા છે.