Site icon Revoi.in

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, મહિલાઓ બાદ પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ

Social Share

નવી દિલ્હીઃ ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે આજે વિવિધ રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. દરમિયાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અફઘાનિસ્તાન સામેની ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આઈસીસી રેન્કિંગના આધારે ભારતીય ટીમને ચેમ્પિયન જાહેર કરાઈ હતી. ટી20 રેન્કીંગમાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે અફઘાનિસ્તાન 10માં સ્થાન ઉપર છે. ભારતીય પુરુષ ટીમે પ્રથમ વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. અફઘાનિસ્તાનને સતત ત્રીજી વાર સિલ્વર મેડલ જીત્યો છે. પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશ બોન્ઝ જીત્યો હતો. ભારતની મહિલા ક્રિકેટ ટીમે પણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે પુરુષ ટીમે મેડલ જીતીને ચીનમાં ભારતનો તિરંગો લહેરાવ્યો છે.

ભારતીય ટીમ રેન્કિંગના આધારે સીધી ક્વોર્ટર ફાઈનલ રમવા મેદાનમાં ઉતરી હતી. ભારતે નેપાળને 23 રનથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. બીજી તરફ અફઘાનિસ્તાની ટીમ શ્રીલંકાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશી હતી. તેમજ સેમિફાઈનલમાં પાકિસ્તાનને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશી હતી. જો કે, આજે ભારત અને અફઘાનિસ્તાન ફાઈનલ રમાઈ હતી. પ્રથન બેટીંગ કરવા ઉતરેલી અઘાનિસ્તાન 18 ઓવર સુધી જ રમી શકી હતી. જો કે, જે બાદ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. ભારતીય પુરુષ ટીમ પ્રથમવાર એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે આ વખતે ઉતરી હતી, અને પ્રથમવાર જ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધ છે. આ પહેલા વર્ષ 2010માં બાંગ્લાદેશએ અફઘાનિસ્તાન અને 2014માં શ્રીલંકા અફઘાનિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. અફઘાનિસ્તાન સતત ત્રીજાવાર ફાઈનમાં પ્રવેશ્યું હતું, અને ત્રીજી વાર પણ સિલ્વરથી જ અફઘાનિસ્તાનની ટીમને સંતોષ માનવો પડ્યો હતો.