Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ચાર કરોડની ઠગાઈ, આરોપીની ધરપકડ

Social Share

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે રૂ. ચાર કરોડની છેતરપીંડની ઘટના સામે આવી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરનાર આરોપીની મુંબઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વૈભવ આરોપી પંડ્યા બ્રધર્સનો પિતરાઈ ભાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021માં આરોપી વૈભવે પંડ્યા બ્રધર્સ સાથે મળીને પોલિમર બિઝનેસની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો હિસ્સો 40-40 ટકા હતો, વૈભવનો 20 ટકા હિસ્સો હતો. ભાગીદારીની શરતો અનુસાર, કંપનીનો નફો ત્રણમાં વહેંચવાનો હતો. કંપનીના નફાની રકમ પંડ્યા બ્રધર્સને આપવાને બદલે આરોપી વૈભવે અલગ કંપની બનાવી તેમાં ટ્રાન્સફર કરી હતી. જેના કારણે પંડ્યા બ્રધર્સને લગભગ 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાર્દિકની ફરિયાદના આધારે EOWએ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. આરોપી વૈભવને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.