નવી દિલ્હીઃ ભારતીય સાયબર ક્રાઈમ કંટ્રોલ કોઓર્ડિનેશન સેન્ટરે દક્ષિણ-પૂર્વ એશિયાથી કાર્યરત 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય વિદેશમાં કાર્યરત ગુનેગારોના નેટવર્કને નષ્ટ કરવાનો અને દેશની ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે.
બંધ કરાયેલા મોટાભાગના નંબરો કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડના સક્રિય હતા. લાંબા સમયથી, એજન્સીઓ કંબોડિયા, મ્યાનમાર અને લાઓસથી ચાલતા ડિજિટલ ધરપકડ અને સાયબર ફ્રોડ સંબંધિત કોલ સેન્ટરની તપાસ કરી રહી હતી. I4C એક સંસ્થા છે જે સાયબર અને ડિજિટલ અપરાધના નિવારણ પર કામ કરે છે. જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.
અહેવાલ અનુસાર જે વ્હોટ્સએપ એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. તેમાંથી 50 ટકાથી વધુની શરૂઆત જાન્યુઆરી 2024માં જ થઈ હતી. જેનો ઉપયોગ અનેક છેતરપિંડીઓમાં થતો હતો. આ છેતરપિંડી કરવા માટે ઘણા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકારે WhatsApp એકાઉન્ટ્સને ઓળખવા અને શોધી કાઢવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. દેશના વિવિધ રાજ્યોના પોલીસ દળોએ પણ આ ઓપરેશનમાં કેન્દ્રીય એજન્સીઓને મદદ કરી છે.