નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય અર્થવ્યવસ્થાઓમા ચાલી રહેલી મંદી, કોમોડિટીની કિમતોમાં વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા માટે મુખ્ય નકારાત્મક જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી.
વોશિંગટન ડીસી સ્થિત IMF હેડ ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા અને નાણાકીય સમિતિની બેઠકને સંબોધિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌથી પહેલા પાક નુકસાન અને ભોજનનો વ્યય ઓછો કરવાનો રહેશે. નાણામંત્રીએ વર્લ્ડ બેન્કની સબસિડીના દ્રષ્ટિકોણથી બચવાનો પણ આગ્રહ કર્યો છે. આ ઉપરાંત તેમણે નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વધવાનું અનુમાન વ્યકત કર્યું હતું.
નાણામંત્રીએ વર્લ્ડ બેન્કની બેઠક પહેલા ઉપ પ્રબંધ નિદેશક ગીતી ગોપીનાથ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા મુદ્દા, વૈશ્વિક ઋણ સમસ્યાઓ, જળવાયુ બાબતો, ડિજિટલ સંપત્તિ અને આગામી G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી સહિત અનેક બાબતોએ ચર્ચા કરી હતી.