કોરોના બાદ આર્થિક રીતે મજબૂત થતો ભારત દેશ, જાણો કયા ક્ષેત્રમાં કેટલી તેજી
દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેરના કારણે ભારતને મોટું નુકસાન થયું છે, તે વાતમાં કોઈ શંકા નથી. ભારતમાં મોટા પ્રમાણમાં જાનહાની પણ થઈ અને આર્થિક રીતે પણ નુક્સાન થયું હતું પણ ભારતનો વિકાસ હવે તેજી તરફ ફરીથી દોડી રહ્યો છો. ભારતની જીડીપીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે જે દેશ માટે અતિશુભ સંકેત છે.
આ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતના GDPમાં 20.1%નો વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. પેન્ડેમિકથી એન્ડેમિક તરફ આગળ વધી રહેલા કોરોના, સરકારની વધતી આવક, લોકોની ખર્ચ કરવાની વધતી ક્ષમતા, વિક્રમજનક લેવલ પર શેરબજારનું પહોંચવું વગેરે અનેક સારા પરિબળો અર્થતંત્રમાં છવાયેલા છે.
આરબીઆઈના અંદાજ પ્રમાણે દેશનો જીડીપી ગ્રોથ વર્ષ 2021-22માં 9.5 ટકા રહી શકે તેમ છે જે ગત વર્ષે માઈનસ 7.5 ટકા હતો. દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલીક કંપનીઓએ ઓગષ્ટ દરમિયાન લાખોની સંખ્યામાં ગાડીઓનું વેચાણ કર્યું છે અને સાથે સાથે લોકોની ખરીદ શક્તિમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
સેન્સેક્સ પણ જે પાંચ મહિના પહેલા 29 હજાર પોઈન્ટની આસપાસ પહોંચી ગયો હતો તે હવે ફરીથી ડબલ થઈ ગયો છે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ 58 હજારને પાર કરી ગયો હતો. વિશ્વના પાંચ દેશો કે જેના સેન્સેક્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હોય તેવા દેશોમાં ભારત પહેલા નંબર પર છે અને અમેરિકા, જાપાન અને બ્રિટનનું સેન્સેક્સ બીજી,ત્રીજા અનેચોથા નંબર પર છે.
દેશભરમાં આ વર્ષે દિવાળીમાં 1 લાખ કરોડનું વેંચાણ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ગત વર્ષે 72 હજાર કરોડ હતુ.