Site icon Revoi.in

ભારતના વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે:આજે 12મા ‘ફ્રેમવર્ક ડાયલોગ’ની સહ-અધ્યક્ષતા કરશે  

Social Share

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.વિદેશ મંત્રી તરીકે જયશંકરની ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ મુલાકાત છે.અહીં તેમણે ક્વાડ મીટિંગમાં ભાગ લેવા સિવાય ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી પીટર ડટન સાથે મુલાકાત કરી.વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લીધી હતી.આજે તેઓ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ મારીસ પાયને સાથે ભારત-ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓના 12મા ફ્રેમવર્ક ડાયલોગની સહ-અધ્યક્ષતા કરશે.

જયશંકરે ટ્વિટર પર કહ્યું,’ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંથી એક સ્મરણ મંદિરની મુલાકાત લીધી.શહીદ સૈનિકોની સ્મૃતિનું સન્માન કરવાની એક મહત્વપૂર્ણ ક્ષણ.વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયા,જાપાન અને યુએસના તેમના સમકક્ષો સાથે શુક્રવારે મેલબોર્નમાં 4થી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગમાં હાજરી આપી હતી.ટોચના રાજદ્વારીઓએ અર્થતંત્ર, સુરક્ષા, કોરોનાવાયરસ મહામારી અને સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા હાકલ કરી હતી.

ક્વાડ સિક્યુરિટી ડાયલોગ એ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસ વચ્ચેની ભાગીદારી છે. ગયા વર્ષે બે ક્વાડ સમિટ પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્વાડ વિદેશ મંત્રીઓને મળ્યા હતા.જયશંકરે 4થી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગ બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,ક્વોડ પાર્ટનર્સ વચ્ચેની વાતચીતએ સ્પષ્ટ કર્યું છે કે,મજબૂત દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સંકલન અને લોકશાહી મૂલ્યો વહેંચાયેલા છે.સંબંધિત દેશો વચ્ચે દરેક વ્યક્તિએ તેને જીવંત અને પર્યાપ્ત માળખું બનાવવા માટે સાથે મળીને કામ કર્યું છે.