ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ આંતરરા।ટ્રીય ફુટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની છેલ્લી મેચ 6 જુને કુવૈત સામે રમશે. છેત્રીએ તેની જાણકારી તેના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયોમાં માહિતી આપી છે.
બીસીસીઆઈ એ આપી પ્રતિક્રિયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સુનિલ છેત્રના આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃત્તિ લેવા વિશે ટ્વિટ કર્યું છે. બોર્ડે લખ્યું, “તમારી કારકિર્દી અસાધારણથી ઓછી રહી નથી અને તમે ભારતીય ફૂટબોલ અને ભારતીય રમતો માટે અસાધારણ પ્રતીક છો”.
Your career has been nothing short of extraordinary and you have been a phenomenal icon for Indian football and Indian sports. Go well, Captain! #TeamIndia https://t.co/g2a0yXRv5i
— BCCI (@BCCI) May 16, 2024
સુનીલ છેત્રીએ વર્ષ 2005માં પાકિસ્તાન વિરૂદ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ (94) કરનાર ચોથો ખેલાડી છે. તે જ સમયે, તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, અલી ડેઇ અને લિયોનેલ મેસ્સી પછી સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનારો ચોથો ખેલાડી છે. તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.