- ભારતીય વાયુસેનાનો આજે 87મો વાયુસેના દિવસ
- ત્રણેય સૈન્ય પ્રમુખોએ શહીદ સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ
ભારતીય વાયુસેના આજે મંગળવારના દિવસે પોતાનો 87મો વાયુસેના દિવસ મનાવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહીત દેશભરમાં વાયુસેના દિવસ પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રસંગે ત્રણેય સૈન્ય પ્રમુકો દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પહોંચ્યા હતા. સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશની શાન એવી ભારતીય વાયુસેના માટે આજે ગૌરવ દિવસ છે, કારણ કે આજે દેશમાં વાયુસેના દ્વારા 87મા એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. દિલ્હી સિવાય ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તેને લઈને છેલ્લા ઘણાં દિવસોથી તૈયારી ચાલી રહી હતી.